બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ganditoor river releasing water from the dam in this district of North Gujarat

ડેમ છલકાયા / ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં ડેમમાંથી પાણી છોડાતાં નદી ગાંડીતૂર, લોકોને કિનારાથી દૂર જવા સૂચના, પોલીસ તૈનાત

Vishal Khamar

Last Updated: 04:24 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાની બનાસ નદીમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધતા દાંતીવાડા ડેમનાં દરવાજા ખોલાયા છે. જેને લઈને નદીકાંઠાનાં વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

  • બનાસકાંઠાની બનાસ નદીમાં સતત પાણીની આવક
  • ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાણીની આવકમાં વધારો
  • બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધતા દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદ થતા પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ત્યારે બનાસકાંઠાની બનાસ નદીમાં સતત પાણીની આવકમાં વધારોત થતા દાંતીવાડા ડેમનાં દરવાજા ખોલાયા છે. દાંતા અમીરગઢ વિસ્તારનાં ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે પશુપાલકોએ સાવચેત રહેવું તેમજ પશુઘનને  સાચવીને રાખવા. જ્યારે વહીવટી તંત્ર દ્વારા પણ નદીકાંઠાનાં વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

લોકોને પશુધન સાચવીને રાખવા માટે અપીલ કરાઈ

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને બનાસકાંઠાના જીવા દોરી સમાન બનાસ નદી બે કોઠે વહી રહી છે બનાસ નદીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે બનાસ નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. બનાસ નદીના વહેણમાં એટલે કે તેના કાંઠે કોઈ ન જાય તેના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે અપીલ કરવામાં આવી છે. ત્યારે પણ લોકોને નદી કાંઠે ના જવા માટેની અપીલ કરી હતી. લોકોના પશુધન સાચવીને રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. બનાસ નદીનો પ્રવાહ વધતા અને દાંતીવાડા ડેમ માં પાણી જતા ડેમ ઓવરફ્લો થતાં દાંતીવાડા ડેમના પણ દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે આ ભારે વરસાદને લઈને જે પ્રકારે નદીમાં પાણી ચાલી રહ્યું છે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ નદી કાંઠે ગોઠવવામાં આવ્યો છે અને લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. 

દાંતીવાડા ડેમના પણ છ દરવાજા ખોલવામાં આવ્યા

રાજસ્થાનના માઉન્ટ આબુ શિરોહી રેવદર વિસ્તારમાં ભારે વરસાદને લઈને બનાસ નદીમાં ફરી એકવાર પાણી આવ્યા છે. બનાસ નદી જે છે તે બે કાંઠે વહી રહી છે. બનાસ નદીના પાણી દાંતીવાડા ડેમમાં જતા દાંતીવાડા ડેમના પણ છ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે બનાસ નદીના પાણીના પ્રવાહમાં વધારો થતા ઈકબાલગઢ અમીરગઢ સહિતના વિસ્તારોમાં નદી કાંઠે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને લોકોને નદીમાં ના જવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે.

બનાસ નદી બંને કાંઠે વહેતા લોકો જોવા ઉમટ્યા
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને બનાસકાંઠામાં અનેક નદી નાળાઓમાં પાણી વહેતા થયા છે. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી બે કોઠે વહી રહી છે. ત્યારે બનાસ નદીનું જે પાણી હતું તે દાંતીવાડા ડેમમાં જતા દાંતીવાડા ડેમના પણ 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા. બનાસ નદીમાં પાણી આવતા લોકો આ પાણી જોવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા બનાસ નદીના કાંઠે ના જવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ નદી કાંઠે ગોઠવવામાં આવ્યો છે.

 પોલીસે લોકોને નદીકાંઠે ન જવા અપીલ કરી

ઇકબાલગઢ નજીક વિશ્વેશ્વર મહાદેવનું મોટું મંદિર આવેલું છે. જ્યાં અધિક માસ હોવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે બનાસ નદીના કાંઠે આ મંદિર જ્યારે આવેલું છે. ત્યારે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો આવી રહ્યા છે. ત્યારે આ ભક્તો નદીમાં પ્રવેશ ન કરે અને નદી કાંઠે ન જાય તેને લઈને અહીંયા દોરડું બાંધવામાં આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસ પણ લોકોને નદી કાંઠે ન જવાની અપીલ કરી રહી છે. દૂર દૂરથી આવતા ભક્તો પણ નદીમાં નાહવાની મજા માણવા માટે આવતા હોય છે. પરંતુ જે પ્રકારે અત્યારે નદીનો પ્રવાહ ચાલી રહ્યો છે. તેને લઈને અંદર ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે ભક્તો પણ પોતે જોખમ લેવા ન માગતા હોઈ નદીના દૂરથી દર્શન કરી પરત જઈ રહ્યા છે.

દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે

ઈકબાલગઢ નજીક વિશ્વેશ્વર મહાદેવના મંદિર ખાતે અધિક માસને લઈને મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે બનાસ નદીના કાંઠે આવેલ મંદિર છે અને જેના કારણે અહીં ભક્તોનો ભારે ઘસારો રહે છે એક તરફ બનાસ નદી બે કોઠે વહી રહી છે ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે અને તેને લઈને વહીવટી તંત્ર દ્વારા આ ભક્તો જે છે તે પાણીના પ્રવાહ નજીક ન જાય નદીના કાંઠા નજીક ન જાય અને તેને લઈને અત્યારે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા લોકોને આ નદીમાં કાંઠે ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો હતો અને તેના કારણે બનાસ નદી બે કોઠે વહી રહી છે દાંતીવાડા ડેમ પણ છલકાયો છે ત્યારે લોકો સાવચેત રહે અને નદી નજીક ન જાય તેને લઈને તમામ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amirgarh Banas River Banaskantha Dantiwada Dam અમીરગઢ દાંતીવાડા ડેમ બનાસ નદી બનાસકાંઠા banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ