ચિંતા /
...તો ગુજરાતમાં ઉભી થઈ શકે છે પાણીની મોટી સમસ્યા, રાજ્ય સરકારને નીતિ આયોગની ચેતવણી
Team VTV04:32 PM, 17 Nov 20
| Updated: 04:45 PM, 17 Nov 20
ગુજરાતમાં એટલી બઘી માત્રામાં ભૂગર્ભ જળનું દોહન થયું છે કે કેન્દ્ર સરકારના નીતિ આયોગે રાજ્યની ટીકા કરી છે અને ચેતવણી આપી છે કે ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન નહીં થાય તો રાજ્યમાં પીવાના પાણીની મોટી સમસ્યા ઉદ્દભવી શકે છે. એ સાથે ભૂગર્ભમાંથી વધુ જળનું દોહન કરવું ખતરનાક સાબિત થઇ શકે છે.
નીતિ આયોગે ગુજરાત સરકારની ટીકા કરી
પાણીના સંચય માટે વ્યવસ્થાને લઈને સરકારને વગોવી
ગુજરાતમાં પાણીની ગંભીર સમસ્યા
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉત્તર ગુજરાત એવો પ્રદેશ છે કે જ્યાં સરફેસ વોટર મળવું મુશ્કેલ હોવાથી પાણી માટેના બોરવેલ અને કુવાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં કેન્દ્રીય નીતિ આયોગે તેના એક રિપોર્ટમાં નોંધ્યું છે કે ગુજરાત સરકાર જળ વ્યવસ્થાપનમાં દેશમાં પ્રથમ ક્રમે છે પરંતુ ભૂગર્ભ જળના વધતા જતા દોહન સામે ચિંતીત નથી.
ચોમાસા દરમિયાન પાછું આપી શકાય તેવી કોઇ વ્યવસ્થા ગુજરાતે વિકસાવી નથી
કુવા અને બોરવેલમાંથી પાણી લેવામાં આવે છે પરંતુ જમીનને તે પાણી ચોમાસા દરમિયાન પાછું આપી શકાય તેવી કોઇ વ્યવસ્થા ગુજરાતે વિકસાવી નથી. ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં બનાવવામાં આવેલી નીતિનો અસરકારક અમલ કરવામાં આવતો નથી. ઉત્તર ગુજરાતમાં એટલું બઘું જળ દોહન થયું છે કે હવે નવા બોરવેલ પણ નિષ્ફળ જઇ રહ્યાં છે.