આજ બુધવારથી બાયોલોજિકલ-ઇ ની રસી કોર્બેવેક્સના બે ડોઝ 28 દિવસના અંતરે 12 થી 14 વર્ષના બાળકોને અપાશે
12 થી 14 વર્ષના બાળકોને અપાશે વેક્સિન
વિવિધ વેક્સિન સેન્ટર પર અપાશે રસી
બાળકોને અપાશે કોર્બેવેક્સ રસી
દેશમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને પણ કોરોનાની રસી આપવાની શરુઆત થશે. 12 થી 14 વર્ષના બાળકોને કોર્બેવેક્સ નામની રસીના બે ડોઝ આપવામાં આવશે. 28 દિવસના અંતરે બે ડોઝ આપવામાં આવશે. આ માટે Cowin એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરવું પડશે. સવારે 9 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે. આ ઉપરાંત ઓનસાઈટ વોક-ઈન દ્વારા પણ રસીકરણ કરી શકાશે. આપને જણાવી દઈએ કે, હૈદરાબાદમાં આવેલી બાયોલોજીકલ-ઈ નામની ફાર્મા કંપની દ્વારા કોર્બેવેક્સ નામની રસી બનાવવામાં આવી છે
ભારતમાં હાઈ રિસ્ક પર છે 12-14 વર્ષની વયના બાળકો
આજથી શરુ થઈ રહેલા 12-14 વર્ષની વયના બાળકોના વેક્સિનેશન પહેલા કેન્દ્રના એક ટોચના અધિકારીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે આ વયના બાળકો હાલમાં દેશમાં હાઈ રિસ્ક પર છે કારણ કે ચીન અને હોંગકોંગમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ભારતમાં પણ ઓમિક્રોનના પેટા વેરિયન્ટની દસ્તક થઈ ચૂકી છે આવી સ્થિતિમાં વેળાસર વેક્સિન આપી છે.
વયસ્ક નાગરિકોનું વેક્સિનેશન પુરુ પણ જરા લાપરવાહી ભયાનક બની શકે
તેમણે કહ્યું કે ચીન અને સિંગાપુરમાં કોરોના કેસ વધી રહ્યાં છે. જોકે વયસ્ક નાગરિકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે પરંતુ જરા સરખી લાપરવાહી પણ ખતરનાક બની શકે છે.
12 થી 14 વર્ષના બાળકોને અપાશે કોરોનાની રસી
બાયોલોજિકલ-ઇ ની રસી કોર્બેવેક્સના બે ડોઝ અપાશે
બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર જરૂરી
રસીકરણ માટે Cowin એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરવું પડશે
ઓનસાઈટ વોક-ઈન દ્વારા પણ રસીકરણ કરી શકાશે
હૈદરાબાદમાં આવેલી છે બાયોલોજીકલ-ઇ નામની ફાર્મા કંપની
આજથી 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન થશે શરુ
કેન્દ્રના ટોચના અધિકારી અરોરાની આ જાહેરાત એવે સમયે આવી છે કે જ્યારે આવતીકાલે 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ થઈ રહ્યું છે. તેમની આ જાહેરાત ઘણી મહત્વની છે. તેમના મત અનુસાર આ વય જૂથના બાળકો પર મોટો ખતરો છે પરંતુ રાહતની વાત એ છે કે હવે તેમના માટે વેક્સિન પણ આવી ગઈ છે. એટલે તેમને લોકોને વેળાસર તેમના સંતાનોને રસી લેવડાવી દેવાની અપીલ કરી છે.
BA 2.2માં ભારતમાં પ્રવેશ કર્યો છે
BA 2.2 વેરિઅન્ટ પણ ભારતીય SARS-Co-2 Genomics Consortium (INSACOG) દ્વારા ભારતમાં પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ત્રણ કેસ મળી આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
ભારતમાં ચોથી લહેર લાવશે BA 2.2 વેરિયન્ટ
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં ઓમિક્રોનનું પેટા વેરિયન્ટ કોરોનાની ચોથી લહેર લાવશે કારણ કે ત્રણ રાજ્યોમાં આ વેરિયન્ટના કેસ મળ્યાં છે. મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ઓમિક્રોનના પેટા વેરિયન્ટના કેસ મળ્યાં છે. ભારતમાં મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે.