બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / ભારત / From today onwards in Gujarat, I will be in these districts again, Gaunseva has fundamentally changed the structure of the examination, what did Kohli think of this?

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં આજથી આ જિલ્લાઓમાં ફરી માવઠું, ગૌણસેવાએ પરીક્ષાનું માળખું ધરમૂળથી બદલ્યું, કોહલીને આ શું સૂઝ્યું?

Vishal Khamar

Last Updated: 12:56 AM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડીનું જોર વધશે. ભારતીય ટીમનાં સ્ટાર ક્રિકેટરે વનડે અને ટી20 ફોર્મેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લેવા માંગે છે.

Forecast of second round of rain in Gujarat, indication of unseasonal rain in this district for two days, Meteorological...

આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. સુરત, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડમાં માવઠું પડી શકે છે. ગુરૂવારે તેમજ શુક્રવારે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં માવઠાની સાથે ઠંડીનું જોર વધશે. જ્યારે રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.

cyclonic storm michaung in bay of bengal  in next 48 hours imd alert

હવામાન વિભાગે જણાવ્યું કે, ‘આ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. 30 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણમાં પ્રેશર બની જશે. આ પ્રેશર વધુ ગંભીર બનશે અને આગળ વધશે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’ તબ્દીલ થઈ જશે.’

Ambalal Patel's big prediction, the force of cold will increase in Gujarat from December

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જેથી 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જશે. જેના કારણે ઠંડા પવનો ફૂંકાવાના શરુ થશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ડિસેમ્બર મહીનાની શરુઆતથી ઠંડીનું જોર વધવાનું શરુ થશે.

Secondary Service Selection Board exam will now be paperless

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. વિગતો મુજબ હવે પરીક્ષા પદ્ધતિને પેપરલેસ કરાઇ છે. જેથી હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવાશે. પ્રાથમિક વિગતો મુજબ એક દિવસ દરમિયાન 3 પેપર કઢાશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે. 

Income Tax's mega search operation in RR Cable Company, raids at more than 30 places, share price crashes

વડોદરાનાં વાઘોડીયા જીઆઈડીસીમાં આવેલ વાયર તેમજ કેબલનું ઉત્પાદન કરતી જાણીતી બનેલી આર.આર.કાબેલ ગ્રુપ પર ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આઈટી વિભાગે સુરત, વડોદરા, અમદાવાદ, સેલવાસ, મુંબઈ સહિત 40 થી વધુ જગ્યાએ ઈન્કમટેક્ષ વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મળતી માહિતી મુજબ કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા છે. 

Agriculture Minister's order to complete rapid survey work in the state

 રાજ્યમાં પડેલ કમોસમી વરસાદથી થયેલા નુકશાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકશાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્ર સમક્ષ મુકાશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો.  જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાનાં ધોરણે સરવે કરવા આદેશ કર્યો હતો. કમોસમી વરસાદથી થયેલા નુકશાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રીએ આદેશ કર્યો હતો. જેમાં તમામ જીલ્લા કલેક્ટર આ સરવે માટે ટીમ બનાવી ઝડપથી કામગીરી પૂર્ણ કરે તેવો આદેશ કૃષિમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. 

Fear of China's new disease: These 6 states of India, including Gujarat, Rajasthan, are on alert

ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. વાત જાણે એમ છે કે, ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. કર્ણાટક સરકારે પણ તેના રાજ્યના લોકોને મોસમી ફ્લૂ વિશે જાગૃત રહેવા જણાવ્યું છે. ઉપરાંત મોસમી ફ્લૂના લક્ષણો, જોખમી પરિબળો અને શું કરવું અને શું ન કરવું તેની યાદી બહાર પાડવામાં આવી છે.

Student died due to front-to-back collision of moped in Surat, today 5 accidents in a single day, 3 dead, 5 injured, where...

રાજ્યમાં અકસ્માતનાં બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે રાજ્યમાં એક જ દિવસમાં 5 અકસ્માતના બનાવ સામે આવ્યા છે. જેમાં 3 લોકાના અકસ્માતમાં મોત થયા હતા. આણંદમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે સુરતમાં પણ કોલેજ જઈ રહેલ યુવતીનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. 

Manipur's oldest armed group UNLF agrees to renounce violence, signs peace accord

મણિપુરના યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) એ નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. શાંતિ મંત્રણા પર હસ્તાંક્ષર કરીને યુએનએલએફે હથિયાર હેઠા મૂક્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આ વાતનું એલાન કર્યું હતું. શાહે એક પોસ્ટમાં લખ્યું હતું કે, "એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રાપ્ત થયું છે!! પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપવાના મોદી સરકારના અવિરત પ્રયત્નોમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) એ આજે નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 

team india bcci offer rahul dravid to be again head coach

ICC વર્લ્ડ કપ 2023 પૂર્ણ થવાની સાથે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. રાહુલ દ્રવિડ વર્ષ 2021માં ભારતીય ટીમના કોચ બન્યા હતા, 2 વર્ષના કાર્યકાળ પછી તેમનો કરાર પૂર્ણ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ભારતને વહેલી તકે મુખ્ય કોચની જરૂર છે. હાલમાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વી. વી. એસ લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતના કોચ છે, પરંતુ તેઓ કાયમી કોચ નથી. BCCIએ ભારતીય ટીમના કોચ બાબતે મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે. ભારતે આ અનુભવી ખેલાડીને ભારતીય ટીમના કોચ બનવાની ઓફર આપી છે.

cinematographer gururaj jois passes away at age of 53

ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક વખત ફરી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આમિર ખાનની ફિલ્મ લગાન સહિત ઘણી બોલિવુડ ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપનાર સિનેમેટોગ્રાફર ગુરૂરાજ જોઈસનું નિધન થયું છે. 27 નવેમ્બરે બેંગ્લોરમાં હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થયું છે. જણાવી દઈએ કે ગુરૂરાજ ફક્ત 53 વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની અને એક બાળકી છે. જોઈસે બોલિવુડની ઘણી ફિલ્મોમાં શૂટિંગ કર્યું છે. 

Virat Kohli takes break from white-ball cricket, to skip ODIs and T20Is on India's tour of South Africa

વિરાટ કોહલીએ બીસીસીઆઈને કહ્યું કે, તેને વનડે અને ટી20 ફોર્મેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેકની જરૂર છે. એટલે કે તે વન ડે અને ટી-20 ફોર્મેટમાં રમવા માંગતો નથી. બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ કારણે તે વન-ડે અને ટી-20 ફોર્મેટમાં રમવા માંગતો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીએ બીસીસીઆઈને કહ્યું કે તે સીમિત ઓવરોના ફોર્મેટ માટે ઉપલબ્ધ નથી. તેમજ તે કેટલો સમય નહીં રમે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોહલીના આ સમાચાર જાણીને ફેન્સ પણ ચિંતાતુર થયાં હતા અને ટ્વિટર પર ચિંતા વ્યક્ત કરતા લાગ્યાં છે. કોહલી ન રમે તે ફેન્સને મંજૂર નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ