બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / on your SBI ATM card Free life insurance is available you can claim

તમારા કામનું / તમારા ATM કાર્ડ પર મળે છે ફ્રી લાઈફ ઈન્શ્યોરન્સ, આટલા રૂપિયા સુધી કરી શકો છો ક્લેમ

Megha

Last Updated: 05:08 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેબિટ કાર્ડ માત્ર એટીએમમાંથી પૈસા ઉપાડવાની કે શોપિંગની સુવિધા જ નથી આપતું પણ તેના પર ફ્રી ઈન્શ્યોરન્સ પણ મળી રહે છે.

  • ડેબિટ કાર્ડ માત્ર એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે નથી 
  • ડેબિટ કાર્ડ પર ફ્રી ઈન્સ્યોરન્સ પણ મળી રહે છે
  • કયા કાર્ડ પર કેટલો મળશે વીમો?

આજના સમયમાં દરેક વ્યક્તિ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતું જોવા મળે છે અને એ માટે એક રીતે જોવામાં આવે તો ડેબિટ કાર્ડના ઉપયોગથી લોકોની રોકડ પર નિર્ભરતા ઘટી છે. ઘણા લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે પણ તેની સાથે મળતી એક શાનદાર સુવિધા વિશે જાણતા નથી. જણાવી દઈએ કે ડેબિટ કાર્ડ માત્ર એટીએમમાંથી પૈસા ઉપાડવાની કે શોપિંગની સુવિધા જ નથી આપતું પણ તેના પર ફ્રી ઈન્શ્યોરન્સ પણ મળી રહે છે. જો કે આ વિશેની ખાસ જાણકારીના અભાવે લોકો મફતમાં મળી રહેલ આ સુવિધાઓનો ઉપયોગ કરવાથી વંચિત રહે છે.

જેમ બેંક ગ્રાહકને ડેબિટ/એટીએમ કાર્ડ જારી કરે છે એ સાથે જ ગ્રાહકને અકસ્માત વીમો અથવા જીવન વીમો પણ મળે છે. જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર પર્સનલ એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ નોન એર ઈન્શ્યોરન્સ ડેબિટ કાર્ડ ધારકને અકાળ મૃત્યુ સામે વીમો પણ આપે છે. જો કે વીમા અલગ અલગ કાર્ડ પર નિર્ભર કરે છે અને જો કોઈની પાસે SBI ગોલ્ડ (માસ્ટરકાર્ડ/વિઝા) કાર્ડ છે, તો તેને 2,00,000 રૂપિયાનું કવર મળે છે. ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આ વીમા કવર ત્યારે શરૂ થાય છે જ્યારે અકસ્માતની તારીખથી છેલ્લા 90 દિવસ દરમિયાન કોઈ પણ ચેનલ ATM, POS, E-COM પર એકવાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ માહિતી અભાવને કારણે માત્ર થોડા લોકો જ આ વીમાનો દાવો કરે છે. 

ઈન્શ્યોરન્સ સર્વિસ બને છે હકદાર 
સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ સરકારી અથવા બિન-સરકારી બેંકના CATMનો ઉપયોગ ઓછામાં ઓછા 45 દિવસથી કરે છે તો તે કાર્ડ સાથે આપવામાં આવતી ઈન્સ્યોરન્સ સર્વિસ માટે હકદાર બને છે. જણાવી દઈએ કે અલગ-અલગ બેંકોએ આ માટે અલગ-અલગ સમયગાળો નક્કી કર્યો છે અને આ માટે બેંકો ગ્રાહકોને અનેક પ્રકારના ડેબિટ કાર્ડ જારી કરે છે. જો કે એટીએમ કાર્ડ પર ઉપલબ્ધ વીમાની રકમ તેની કેટેગરી અનુસાર નક્કી કરવામાં આવે છે.

કયા કાર્ડ પર કેટલો મળશે વીમો?
ગ્રાહકો ક્લાસિક કાર્ડ (Classic Card) પર એક લાખ રૂપિયા, પ્લેટિનમ કાર્ડ (Platinum Card) પર બે લાખ રૂપિયા, સામાન્ય માસ્ટર કાર્ડ (Master Card) પર 50 હજાર રૂપિયા, પ્લેટિનમ માસ્ટર કાર્ડ (Platinum Master Card) પર પાંચ લાખ રૂપિયા અને અને વિઝા કાર્ડ (Visa Card) પર 1.5-2 લાખ રૂપિયા સુધીનું વીમા કવરેજ બેંકો દ્વારા આપવામાં આવે છે. જણાવી દઈએ કે  પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ગ્રાહકોને રૂપે કાર્ડ વીમા (RuPay Card Insurance) પર પણ એકથી બે લાખ રૂપિયાનું વીમા કવરેજ મળે છે. 

આ રીતે કરો ક્લેમ 
જો ડેબિટ કાર્ડ ધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે તો તેના નોમિની સંબંધિત બેંકમાં જઈને વીમાનો દાવો કરી શકે છે અને આ માટે બેંકમાં અરજી કરવાની રહેશે.જણાવી દઈએ કે નોમિનીએ મૃત્યુ પ્રમાણપત્ર, એફઆઈઆરની નકલ, આશ્રિતનું પ્રમાણપત્ર, મૃતકના પ્રમાણપત્રની મૂળ નકલ વગેરે સબમિટ કરવાનું રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ