બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Four youths from Gujarat died in a terrible accident in Haryana

કરૂણાંતિકા / હરિયાણામાં ભીષણ અકસ્માતમાં મહેસાણાનાં ચાર યુવકોના નિધન: ટ્રેલર સાથે ટક્કરમાં ક્રેટા ગાડીનો ફૂરચો બોલી ગયો

Malay

Last Updated: 04:44 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના KMP એક્સપ્રેસ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, કારમાં સવાર મહેસાણાના 4 લોકોના કરૂણ મૃત્યુ, એક યુવક રોહતકની હોસ્પિટલમાં સારવાર હેઠળ.

  • હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના 4 લોકોના મૃત્યુ 
  • હરિયાણાના ગઝ્ઝર જિલ્લામાં થયો હતો અકસ્માત 
  • ટ્રેલર સાથે ક્રેટા કાર અથડાતા થયો હતો અકસ્માત

હરિયાણાના ગઝ્ઝર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં મહેસાણાના 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, હરિયાણાના KMP એક્સપ્રેસ વે પર ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહેસાણાના 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કારમાં સવાર એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેની ગંભીર હાલતને જોતા તેને પીજીઆઈ રોહતક રિફર કરવામાં આવ્યો છે. આ અકસ્માત KMP એક્સપ્રેસ હાઈવે પર બાદલી અને બુપાનિયા ગામ વચ્ચે સર્જાયો થયો હતો.

ડ્રાઈવરે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા ટ્રેલર સાથે અથડાઈ કાર 
KMP એક્સપ્રેસ વે પર આ અકસ્માત સવારે 7.30 વાગ્યે થયો હતો. અહીં 5 લોકો ક્રેટાકારમાં સવાર થઈને બહાદુરગઢ તરફ જઈ રહ્યા હતા. અચાનક ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી.  ટક્કર એટલી જોરદાર હતી કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત યુવકની ગંભીર હાલતને જોતા તેને પીજીઆઈ રોહતક મોકલવામાં આવ્યો છે. 

ગાયોની ખરીદી માટે ગયા હતા હરિયાણા
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં મોકલ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ મૃતકો ગુજરાત મહેસાણા જિલ્લાના છે. તેઓ ગાયોની ખરીદી કરવામા માટે હરિયાણા ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ