બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Four members of the same family committed mass suicide in Banaskantha's Dantiwada Dam

બનાસકાંઠા / સાસુ, વહુ, દીકરી અને દીકરાએ સામેથી મોતને પોકાર્યું! દાંતીવાડા ડેમમાં પરિવારના 4 સભ્યો કર્યો સામૂહિક આપઘાત, પંથકમાં સન્નાટો

Dinesh

Last Updated: 04:08 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

banaskantha news : બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે

  • દાંતીવાડામાં પરિવારનો સામૂહિક આપઘાત
  • દાંતીવાડા ડેમમાં પરિવારના 4 સભ્યોએ ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું
  • સાસુ,વહુ, દીકરી અને દીકરાએ આપઘાત કર્યા હોવાની ચર્ચા


રાજ્યમાં વધુ એકવાર સામૂહિક આપઘાતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. અત્રે જણાવીએ કે, દાંતીવાડા ડેમમાં પરિવારના 4 સભ્યોએ ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. જો કે, સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

સામૂહિક આપઘાતનો બનાવ
એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. વિગતો મુજબ સાસુ, વહુ, દીકરી અને દીકરાએ આપઘાત કર્યા હોવાની ચર્ચા છે. પાલનપુરના નાની ભટામલના પરિવારે આપઘાત કર્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જો કે, સ્થાનિકો લોકોએ ડેમમાંથી ચારેય લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે અને પોલીસને સોંપ્યા છે.

પોલીસે તપાસ હાથ ધરી
દાંતીવાડ ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાત કરી લેતા પોલીસ સમગ્ર બનાવના પગલે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથધરી છે. જો કે, હજુ સુધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં. તેમજ સમગ્ર દાંતીવાડા પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ