બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Former Pakistan Test captain Saeed Ahmed dies at the age of 86

દુઃખદ / પાકિસ્તાનના મોટા ક્રિકેટરનું અવસાન, ભારત સામે ફટકારી હતી 3 સદી, એક ભૂલથી કરિયર ખતમ

Megha

Last Updated: 11:22 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સઈદ અહેમદે 1958માં 20 વર્ષની ઉંમરે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી અને 1972-73ના પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં પાકિસ્તાન માટે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન સઈદ અહેમદનું 86 વર્ષની વયે નિધન થઈ ગયું છે. સઈદ અહેમદે પાકિસ્તાન ટીમ માટે કુલ 41 ટેસ્ટ મેચો રમી છે, જેમાં તેણે પાંચ સદી અને 16 અડધી સદીની મદદથી 2,991 રન બનાવ્યા હતા. ખાસ વાત એ હતી કે તેની ત્રણ સદી ભારત વિરુદ્ધ હતી. સઈદ અહેમદે તેની જમણા હાથની ઓફ સ્પિન બોલિંગથી 22 વિકેટ પણ લીધી છે.

દિગ્ગજ ક્રિકેટરે અચાનક દુનિયાને અલવિદા કહી દીધું 
સઈદ અહેમદે 1958માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી અને 1972-73ના પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં પાકિસ્તાન માટે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. સઈદ અહેમદ પાકિસ્તાનના છઠ્ઠા ટેસ્ટ કેપ્ટન હતા અને 1969માં ઈંગ્લેન્ડના રાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેમણે હનીફ મોહમ્મદની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.

સઈદ અહમદનો જન્મ 1937માં જલંધરમાં થયો હતો, જે તે સમયે બ્રિટિશ ભારતમાં હતો, જે હવે ભારતીય પંજાબનો ભાગ છે. સઈદ અહેમદે વેસ્ટ ઈન્ડિઝ સામે બ્રિજટાઉન ટેસ્ટમાં 20 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું, જ્યાં હનીફ મોહમ્મદે 970 મિનિટ સુધી બેટિંગ કર્યા બાદ 337 રન બનાવ્યા હતા.  

1972ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ડેનિસ લિલી સાથેની દલીલ બાદ, સઈદ અહેમદે પીઠની ઈજાને કારણે પોતાને ત્રીજી ટેસ્ટમાંથી બહાર કરી દીધો હતો, એ બાદ સઈદ ફરી ક્યારેય પાકિસ્તાન તરફથી રમ્યો નહીં, બસ આ પછી તેની કારકિર્દી ખતમ થઈ ગઈ હતી.

સઈદ અહેમદ ઘણા વર્ષો સુધી લાહોરમાં એકલા રહેતા હતા અને બગડતી તબિયતને કારણે તેને વારંવાર હોસ્પિટલમાં જવું પડતું હતું. બુધવારે બપોરે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને થોડી જ વારમાં તેનું મૃત્યુ થયું હતું. સઈદ અહેમદના પરિવારમાં તેમના બે પુત્રો, એક પુત્રી અને સાવકા ભાઈ યુનિસ અહેમદ છે. યુનિસ અહેમદે પાકિસ્તાન માટે ચાર ટેસ્ટ રમી હતી.

વધુ વાંચો: VIDEO : હાર્દિક પંડ્યાં ગળે ભેટવા આવ્યો તો રોહિતનું આવું હતું રિએક્શન, ફેન્સને થઈ ખૂબ ધરપત

સઈદ અહેમદનો કેપ્ટન તરીકેનો કાર્યકાળ માત્ર ત્રણ ટેસ્ટનો જ રહ્યો. પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ શોક વ્યક્ત કરતા કહ્યું, 'પૂર્વ ટેસ્ટ કેપ્ટનના નિધનથી પીસીબી દુખી છે અને સઈદ અહેમદના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. તેણે પૂરા દિલથી પાકિસ્તાનની સેવા કરી અને PCB તેના રેકોર્ડ અને ટેસ્ટ ટીમની સેવાઓનું સન્માન કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ