બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former Congress leader Naresh Rawal and Raju Parmar met PM Modi

વિચારધારા / ભાજપમાં જોડાતા પહેલા કોંગ્રેસના 2 દિગ્ગજોએ PM મોદી સાથે કરી મુલાકાત, 17 ઓગસ્ટે કરશે કેસરિયા

Vishnu

Last Updated: 07:12 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે, સાચી પરિસ્થિતિ સમજ્યા વગર કામ થાય છે: નરેશ રાવલ

  • કોંગ્રેસના પૂર્વ નેતા નરેશ રાવલ અને રાજુ પરમાર ભાજપમાં જોડાશે
  • બંને નેતાઓએ દિલ્લીમાં PM મોદી સાથે મુલાકાત કરી 
  • નરેશ રાવલ અને રાજુ પરમાર 17મી ઓગસ્ટે ભાજપમાં જોડાશે

કોંગ્રેસના પૂર્વ નેતા નરેશ રાવલ અને રાજુ પરમાર 17 ઓગસ્ટના રોજ કેસરીયો કરવા જઈ રહ્યા છે. ભાજપનો ખેસ ધારણ કરે તે પહેલા બંને નેતાઓએ દિલ્લીમાં PM મોદી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મહત્વનું છે કે નરેશ રાવલ પૂર્વ ગૃહમંત્રી અને વિપક્ષ નેતા રહી ચૂક્યા છે જ્યારે રાજુ પરમાર કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા

17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે કોંગ્રેસના પૂર્વ 2 દિગ્ગજ નેતા
તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસમાં મોટું ગાબડું પાડ્યું છે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમારને ભાજપે પોતાના પક્ષે કર્યા છે. ઉલ્લેખીય છે કે, આ પહેલાબંને નેતાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને PM મોદીના નેતૃત્વમાં ભાજપમાં જોડાઇ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 

તાજેતરમાં જ આપ્યું કોંગ્રેસી નેતાએ આપ્યું છે રાજીનામું 
નરેશ રાવલે (naresh raval) કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'અમે બધા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. અત્યારે મારે કારણમાં નથી પડવું. કોંગ્રેસમાં મને કડવા અનુભવ થયા છે. સાચી પરિસ્થિતિ સમજ્યા વગર કામ થાય છે. પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાશું. કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છે. કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે.'

સંકળાયેલા મુદ્દાઓ

Naresh Rawal PM modi PM મોદી Raju Parmar નરેશ રાવલ રાજૂ પરમાર PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ