બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former Borsad MLA Rajendrasinh Parmar posted on social media regarding increasing accidents on Vansad-Bagodara highway.

ચીમકી / 'આ રસ્તે અનેક લોકો બન્યા છે અકસ્માતનો ભોગ, જો ન્યાય નહીં થાય તો...', બગોદરા-વાસદ હાઇવે પર થતી દુર્ઘટનાઓને લઇ બોરસદના પૂર્વ MLA મેદાને

Malay

Last Updated: 10:56 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાંસદ-બગોદરા હાઈવે પર વધતા અકસ્માતને લઈને બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ, આવેદનપત્ર આપવા છતા કામગીરી ન થતા આંદોલનની ઉચ્ચારી ચીમકી

  • વાંસદ-બગોદરા હાઈવે પર વધ્યા અકસ્માત 
  • બોરસદના પૂર્વ ધારાસભ્યએ કરી માંગ 
  • રાજેન્દ્રસિંહ પરમારે સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ
  • નાળું ન મળતા રોંગસાઈડમાં વાહન ચલાવતા હોવાની વાત 

વાંસદ-બગોદરા હાઈવે પર અકસ્માતના બનાવો વધતા બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજેન્દ્રસિંહ પરમારે ફેસબુક પર પોસ્ટ કરીને સમસ્યાનો નિકાલ લાવવાની માંગ કરી છે. સાથે જ તેઓએ જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો લોકોને સાથે રાખીને આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. 

લોકો અકસ્માતનો બની રહ્યા છે ભોગઃ રાજેન્દ્રસિંહ પરમાર
પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, 'બગોદરા-વાસદ હાઈવે પર બોરસદ શહેર અને દાવોલ ગામ અને તેની આસપાસના ગામડાઓ માટે જવા-આવવા માટે પ્રવેશ દ્વાર આપવામાં આવ્યો નથી. માટે લોકો રોન્ગ સાઈડ આવેલા રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે.'

આવેદન બાદ કોઈ કાર્યવાહી ન થતા ઉચ્ચારી આંદોલનની ચીમકી
તેઓએ લખ્યું છે કે, 'તા-31/05/2022ના રોજ સરકારને આવેદન આપ્યું હતું, પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અસંખ્ય લોકો આ રસ્તા પર અકસ્માતનો ભોગ બન્યા છે અને મૃત્યુ પામ્યા છે. જો સરકાર દ્વારા આ બાબતે ન્યાય કરવામાં નહીં આવે તો સૌ લોકોને સાથે રાખીને આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે.' 

'અમે કલેક્ટરને આપ્યું હતું આવેદન પત્ર' 
આ મામલે પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, વાસદ-બગોદરા રોડ કે જે બોરસદને અડીને સિક્સલેન રોડ બનેલો, જ્યારે આ રોડ બનતો હતો ત્યારે અમે માંગણી કરી હતી કે અહીંયા બોરસદને એન્ટ્રી આપવી. જોકે, બોરસદને કોઈ એન્ટ્રી આપવામાં આવી નહોતી. આ મામલે મેં પણ રજૂઆત કરી હતી. 30/05/2022ના રોજ બોરસદ  નગરપાલિકાના કોર્પોરેટરો, બોરસદના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના લોકોએ સાથે મળીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. અમે કલેક્ટરને કહ્યું હતું કે, તમે આ બાયપાસને બોરસદને એન્ટ્રી જ નથી આપી, જેના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં સેંકડો લોકો અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે. 

રાજેન્દ્રસિંહ પરમાર (પૂર્વ ધારાસભ્ય, બોરસદ)

..તો ગાંધી ચીંધ્યા માર્ગે કરાશે ઉગ્ર આંદોલનઃ રાજેન્દ્રસિંહ પરમાર 
તેઓએ જણાવ્યું કે, તાજેતરમાં જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. આવા તો અનેક કિસ્સાઓ બન્યા છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે ઝડપથી આનો નિકાલ કરવામાં  નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

મંગળવારે રાત્રે જ સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે રાત્રે વાસદ-તારાપુર સ્ટેટ હાઈવે ઉપર આવેલા દાવોલ ગામ પાસે બે કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. તો ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ