ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદમાં ચૂંટણી પૂર્વે રાજકીય ઉથલપાથલ, ભાજપને મોટો ઝટકો
Last Updated: 02:57 PM, 10 April 2026
ADVERTISEMENT
દાહોદમાં આવનારી નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ માટે મોટો ઝટકો સમાન ઘટનામાં પક્ષના પૂર્વ કારોબારી ચેરમેન લક્ષ્મણ રાજગોરે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. તેમના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT

ભાજપના પૂર્વ કારોબારી ચેરમેન કોંગ્રેસમાં જોડાયા
ADVERTISEMENT
લક્ષ્મણ રાજગોરે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ પક્ષનો ખેસ ધારણ કર્યો હતો. નોંધનીય છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા હતા. ટિકિટ ન મળવાના મુદ્દે તેમની અસંતોષતા ખુલ્લેઆમ સામે આવી હતી.

ADVERTISEMENT
ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા
ગઈકાલે જ લક્ષ્મણ રાજગોરે ભાજપના સક્રિય સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ આજે તેમણે કોંગ્રેસમાં એન્ટ્રી કરીને રાજકીય પલટો કર્યો છે. તેમના સાથે જોડાયેલા કાર્યકરો અને સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાતા પક્ષને સ્થાનિક સ્તરે મજબૂતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

નો રિપીટ થિયરી પણ આ અસંતોષનું મુખ્ય કારણ
ADVERTISEMENT
દાહોદ નગરપાલિકામાં ભાજપ દ્વારા અપનાવવામાં આવેલી “નો રિપીટ થિયરી” પણ આ અસંતોષનું મુખ્ય કારણ માનવામાં આવી રહી છે. આ નીતિને કારણે અનેક વર્તમાન અને પૂર્વ પદાધિકારીઓમાં નારાજગી ફેલાઈ છે. જે હવે ખુલ્લી બળવાખોરીના સ્વરૂપમાં સામે આવી રહી છે. આ સમગ્ર ઘટનાએ દાહોદના રાજકીય સમીકરણોને બદલવાની શક્યતા ઊભી કરી છે. હવે જોવાનું રહ્યું કે આવનારી ચૂંટણીમાં આ ફેરફારો કઈ રીતે અસર કરે છે અને મતદારો કઈ દિશામાં પોતાનો મત આપે છે.

ADVERTISEMENT
માસુમા મહંમદ ગરબાડાવાલા
આ પણ વાંચોઃ મુસાફરોને મોટી રાહત, ST નિગમે ઓનલાઈન મુસાફર પાસ સેવા ફરી શરુ કરી, QR કોડથી પેમેન્ટ
ટિકિટ કપાઇ જતા ભાજપના નેતાઓએ ધરી દીધા રાજીનામા
દાહોદમાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી અસંતોષ જોવા મળી રહ્યો છે. નો-રીપીટ થીયરીને કારણે જૂના જોગીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ટિકિટ કપાઈ જતા ભાજપના નેતાઓએ રાજીનામા ધરી દીધા છે. સતત બે ટર્મ સુધી કાઉન્સિલર રહી ચૂકેલા પૂર્વ કારોબારી અધ્યક્ષે રાજીનામું આપ્યું છે. માસુમા ગરબાડાવાલાએ પણ રાજીનામું આપતા માહોલ ગરમાયો હતો. હજુ પણ કેટલાક પૂર્વ કાઉન્સિલર રાજીનામું આપે તેવી શક્યતાઓ છે. આંતરિક અસંતોષની અસર ચૂંટણીના પરિણામ પર થવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT