બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 10:46 PM, 30 March 2022
ADVERTISEMENT
રવિવારે વન રક્ષકની પરીક્ષા બપોરે 12-00થી 2-00 વાગ્યા સુધી હતી. ત્યારે વન રક્ષકનું પેપર ભાવનગરના યુવા કરિયર (ન્યુ બેન્ચ) ગૃપમાં બપોરે 1-04 મિનિટે ફરતું થયું હતું. અકેડમી સંચાલક મહેશ નામના વ્યક્તિએ આ પેપર ગૃપમાં નાખ્યું હતું. પરીક્ષા 2-00 વાગ્યે પુરી થવાની હતી અને પેપર 1.20 મિનિટ ગૃપમાં આવ્યું હતું. ચાલુ પરીક્ષાએ પેપર કેમ બહાર આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન. જોકે પોલીસ દ્વારા યુવા કરિયર અકેડમીના સંચાલક મહેશ ચુડાસમાની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા 4 અલગ-અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. તેવામાં હવે પોલીસે પેપર લીક થયુ હોવાની વાતને ફગાવી છે.
પરીક્ષામાં બેઠેલા મિત્રએ પ્રશ્નપત્રના ફોટા મોકલ્યા અને તેને મેં જવાબ મોકલ્યા હતાઃ
ADVERTISEMENT
પોલીસ સમક્ષ મહેશ ચુડાસમાએ કબૂલાત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પેપર લીક થયાની વાતમાં કોઇ તથ્ય નથી. 3 લોકો સામે કોપી કેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એકેડમીના સંચાલક મહેશ ચુડાસમાએ કબૂલાત કરી છે. તેમને મિત્ર નિલેશ મકવાણાએ પ્રશ્નપત્રના ફોટો મોકલ્યાનું કબૂલ્યું છે. પરીક્ષામાં બેઠેલા મિત્ર હરદવ પરમારને જવાબ મોકલ્યા હતા. પોતાના અંગત ફાયદા માટે પ્રશ્નપત્રના ફોટો પાડી બહાર મોકલ્યા હતા.
ગેરરીતિ થવી અને પેપરલીક થવું અલગ અલગ બાબત છેઃ જીતુ વાઘાણી
વન રક્ષકની પરીક્ષામાં કોપી કેસના મુદ્દાને લઈને હાલ રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ તપાસ કરનાર પોલીસ સમગ્ર મામલાને કોપી કેસનો મુદ્દો ગણાવે છે. જ્યારે બીજી તરફ વિપક્ષ આ મુદ્દાને પેપરલીકનું નામ આપી આક્રમક્તા બતાવી રહી છે. પરંતુ આ વખતે લાખો યુવાનો સાથે ફરી અન્યાય નહીં થાય તેવું સરકાર જણાવે છે. ત્યારે વન રક્ષક પેપર લીક અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે, ગેરરીતિ થવી અને પેપરલીક થવું અલગ અલગ બાબત છે. કોઈપણ પરીક્ષાર્થીને સરકાર અન્યાય નહીં થવા દે. પેપર શરૂ થાય એ પહેલા ફરવા લાગે એને લીક થયું કહેવાય. સંસ્થામાં પેપર પહોંચ્યા બાદ પેપર આવે તો એ ગેરરીતિ છે. કોઈ પાસે પેપર લીકના પુરાવાઓ આવે તો મોકલવા. હરદેવ પરમાર નામના ઉમેદવારે તેમના મિત્રને પેપર મોકલાવ્યું. પાલીતાણામાં પેપર સોલ્વ કરવા મોકલાવ્યું હતું. 1:4 મિનિટ પેપર ગૃપમાં ફરતું થયું હતું. સેન્ટર બહાર અને અંદર પેપર શરૂ થયા બાદ કોઇ જઇ શકતું નથી. બંને લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. વહીવટી તંત્ર ગેરરીતિ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.