બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ભારત / વિશ્વ / Foreign Minister S Jaishankar met Russian President Putin, gave special message from PM Modi

મુલાકાત / પુતિનનું PM મોદીને રશિયા આવવાનું આમંત્રણ, જયશંકરને કહ્યું 'તેઓને યુક્રેનની સ્થિતિ અંગે દરેક અપડેટ આપી છે'

Megha

Last Updated: 10:14 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે,આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા અને પીએમ મોદી દ્વારા લખેલો પત્ર પુતિનને સોંપ્યો હતો.

  • વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી
  • જયશંકરે પીએમ મોદી તરફથી પુતિનને ખાસ સંદેશ પણ આપ્યો હતો
  • બંને નેતાઓએ ભારત અને રશિયાના સંબંધો મજબૂત બનાવવાની વાત કરી

વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. જેમાં યુક્રેન સાથેના યુદ્ધ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. સાથે જ આ દરમિયાન જયશંકરે પીએમ મોદી તરફથી પુતિનને ખાસ સંદેશ પણ આપ્યો હતો.  

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે,આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા અને પીએમ મોદી દ્વારા લખેલો પત્ર પુતિનને સોંપ્યો હતો. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની વાત કરી હતી. આ દરમિયાન પુતિને પણ પીએમ મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપીને પ્રતિક્રિયા આપી હતી.

જયશંકરે X પર પોસ્ટ કરીને કહ્યું, 'રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળીને હું સન્માનિત છું. પીએમને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા અને પીએમ મોદીનો વ્યક્તિગત સંદેશ તેમને સોંપ્યો. રશિયાની પાંચ દિવસની મુલાકાતે આવેલા જયશંકરે લવરોવ સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, યુક્રેન યુદ્ધ, ગાઝા, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાની સ્થિતિ, બ્રિક્સ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન, જી20 અને સંયુક્ત રાષ્ટ્ર પર પણ ચર્ચા કરી હતી. 

પુતિને કહ્યું, 'મેં ઘણી વખત પીએમ મોદી સાથે વાત કરી હતી કે યુક્રેનમાં કેવી રીતે સ્થિતિઓ ચાલી રહી છે અને હું જાણું છું કે તેઓ સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવા તૈયાર છે જેથી આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય. તેથી હવે આપણે આ અંગે ઊંડાણપૂર્વક વિચારણા કરીશું.' પુતિને એમ પણ કહ્યું કે રશિયા અને ભારત વચ્ચે વેપાર વધી રહ્યો છે, ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રોને કારણે. તેમણે કહ્યું, “અમારો વ્યવસાય સતત બીજા વર્ષે સ્થિર ગતિએ વધી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વિકાસ દર વધુ છે.' 

તેમની વાતચીત પછી જયશંકરે કહ્યું કે 'તેમને વિશ્વાસ છે કે પીએમ મોદી અને પુતિન આવતા વર્ષે વાર્ષિક સમિટ માટે મળશે. બંને નેતાઓ સતત સંપર્કમાં છે.' નોંધનીય છે કે અત્યાર સુધી ભારત અને રશિયા વચ્ચે એકાંતરે 21 વાર્ષિક સમિટ યોજાઈ ચૂકી છે. છેલ્લી સમિટ ડિસેમ્બર 2021માં નવી દિલ્હીમાં યોજાઈ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ