બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / વિદેશી રોકાણકારોનો ભારતીય સ્ટોક માર્કેટથી મોહભંગ! માર્ચની શરૂઆતમાં જ ઉપાડ્યા 2000 કરોડ
Last Updated: 06:51 PM, 9 March 2025
શેર બજારના ખરાબ સમયથી પસાર થઈ રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડાના મામલાને થોડી બ્રેક લાગી છે, પરંતુ વિદેશી ઇન્વેસ્ટરો દ્વારા વેચાણનો સિલસિલો બંધ થઈ રહ્યો નથી. જો માત્ર માર્ચની વાત કરીએ તો તેમણે પહેલા અઠવાડિયે જ 24 હજાર કરોડથી વધારે રકમ કાઢી લીધી છે. ત્યારે બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર, વિદેશી ઇન્વેસ્ટર ભારતીય શેર બજારથી અત્યાર સુધી 1.3 ટ્રિલિયન ડોલર એટલે લગભગ 113 લાખ કરોડ રૂપિયા કાઢી લીધા છે.
ADVERTISEMENT

વિદેશી ઇન્વેસ્ટર કાઢી રહ્યા છે પૈસા
ADVERTISEMENT
ભારતીય શેર માર્કેટ અત્યારે ખરાબ સમયથી પસાર થઈ રહ્યું છે. જો અમુક દિવસ મૂકી દઈએ તો બજારમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. માર્કેટમાં ઘટાડાનું સૌથી મોટું કારણ વિદેશી ઇન્વેસ્ટરો (FII) છે, જે સતત માર્કેટથી પૈસા કાઢી રહ્યા છે. જો બ્લૂમબર્ગની રિપોર્ટનું માનીએ તો આ વર્ષમાં અત્યાર સુધી વિદેશી ઇન્વેસ્ટરો 15 બિલિયન ડોલર કાઢી ચૂક્યા છે. જ્યારે વર્ષ 2022 માં 17 બિલિયન ડોલર કાઢવામાં આવ્યા હતા. આ વેચાણે ભારતીય શેરબજારની વેલ્યુએશન 1.3 ટ્રિલિયન ડોલર ઘટાડી દીધી છે. વિદેશી ઇન્વેસ્ટરોની આ નિકાસીના કારણે શેર બજાર પડી રહ્યું છે.
માર્ચમાં કાઢી લીધા પૈસા
ADVERTISEMENT
FPI એ માર્ચમાં અત્યાર સુધી ભારતીય શેરબજારની 24,753 કરોડ રૂપિયા કાઢી લીધા છે. વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (FPI) એ માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતીય શેર બજારોમાંથી 24, 753 કરોડ રૂપિયા કાઢી લીધા છે. કંપનીઓની કમજોર આવક અને વૈશ્વિક લેવલ પર વેપારમાં તણાવ દરમિયાન FPI સતત વેચાણમાં છે. આ પહેલા ફેબ્રુઆરીમાં વિદેશી ઇન્વેસ્ટરોએ ભારતીય શેર બજાર માંથી 34, 574 કરોડ રૂપિયા અને જાન્યુઆરીમાં 78,027 કરોડ રૂપિયા કાઢ્યા હતા.
આ પણ વાંચો: RBI ફરી એક્શનમાં: એકસાથે 4 બેંકોને ફટકાર્યો મસમોટો દંડ, જાણો કારણ
ADVERTISEMENT
ડિપોઝિટરીના આંકડાથી ખબર પડે છે કે 2025 માં અત્યાર સુધી FPI કુલ 1.37 લાખ કરોડ રૂપિયા કાઢી ચૂક્યા છે. આંકડા અનુસાર, FPI એ આ મહિનામાં 7 માર્ચ સુધી 24, 753 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. આ તેમના સ્પષ્ટ વેચાણનું સતત 13માં અઠવાડિયુ છે. 13 ડિસેમ્બર, 2024 થી FPI એ 17.1 અરબ એમરિકી ડોલરના શેર વેચ્યા છે. વિદેશી ઇન્વેસ્ટરો દ્વારા સતત વેચાણ મુખ્ય રૂપે વૈશ્વિક અને ઘરેલુ કારકોના સંયોજનનું કારણ છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.