બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / for happiness and prosperity according to vastu shastra use hibiscus flower in this way
ADVERTISEMENT
જાસુદના ફૂલ ખૂબ જ સુંદર હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં આ ફૂલોનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ ફૂલ જીવનની ઘણા મુશ્કેલીઓને દૂર કરવાનું કામ કરે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે તમે જાસુદના ફૂલનો ઉપયોગ કરી શકો છો.

ADVERTISEMENT
હનુમાનજીને લાલ જાસુદના ફૂલ અર્પિત કરો
મંગળવારના દિવસે હનુમાનજીને લાલ જાસુદના ફૂલ અર્પિત કરો. આમ કરવું શુભ માનવામાં આવે છે. શુક્રવાર દેવી લક્ષ્મીને જાસુદના ફૂલ અર્પિત કરો. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
સૂર્ય દેવને કરો જાસુદ અર્પણ
જાસુદના ફૂલ સૂર્ય દેવને ખૂબ પસંદ છે. જાસુદના ફૂલ વગર સૂર્ય દેવની પૂજા અધૂર માનવામાં આવે છે. નિયમિત રીતે પાણીમાં જાસુદના ફૂલ નાખીને સૂર્ય દેવને અર્પિત કરો. તેનાથી તમને ઉર્જાવાન રહેવામાં મદદ મળશે.
ADVERTISEMENT

સ્ટડી ટેબલ પર મુકો જાસુદ
સૂર્ય દોષને દૂર કરવા માટે જાસુદ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘરની પૂર્વ દિશામાં જાસુદના ફૂલનો છોડ લગાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સ્ટડી ટેબર પર જાસુદનું ફૂલ મુકવાથી બાળકનું ભણવામાં મન લાગે છે.
ADVERTISEMENT
મંગળ દોષ કરે દૂર
મંગળ દોષ દૂર કરવા માટે પણ જાસુદના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. મંગળનો રંગ પણ આ ફૂલની જેમ જ લાલ હોય છે. ઘરમાં જાસુદના ફૂલનો છોડ લગાવો. તેનાથી મંગળ દોષ દૂર થાય છે. આ જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.