Follow covid19 norms to avoid lockdown uddhav thackeray tells people
કોરોના સંકટ /
મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યુંને લઇને CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મહત્વનું નિવેદન
Team VTV07:39 AM, 23 Nov 20
| Updated: 07:41 AM, 23 Nov 20
દિલ્હી પછી કોરોનાનું ભયાનક સ્વરુપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. રવિવારના રોજ કોરોનાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની જનતાને સંબોધન કર્યું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દુનિયામાં કોરોના મહામારી કહેર જોવા મળી રહ્યો છે. આ કોરોનાની લહેર નહીં પણ સુનામી છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે.
CM ઠાકરેએ કહ્યું કે અમારી પાસે પુરતી માત્રામાં આરોગ્ય સુવિધાઓ છે, પરંતુ જે લોકો 8 મહીનાથી આ કામમાં છે, તેમના પર પણ દબાણ ઓછુ કરવું જોઇએ. વેક્સીન આપણા હાથમાં આવી નથી. મહારાષ્ટ્રમાં 12 કરોડ લોકો છે. તેની બે ડોઝ જોઇએ એટલે કે 24 કરોડ ડોઝ જોઇએ.
CM ઠાકરેએ કહ્યું કે તેને લોકો સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગશે, આ સ્પષ્ટ નથી. પરંતુ તેનું સમાધાન સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવું છે. હાલમાં ઘણા લોકો હજુ પણ માસ્ક પહેરી રહ્યાં નથી જે એક ચિંતાનો વિષય છે.
We have opened all religious places in the state but my appeal to the public is not to crowd them: Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/rS2KbL5zhG
કોરોનાકાળમાં હાલ રાજકારણ ન થવું જોઇએ. જે એમ કહી રહ્યાં છે કે આ ખોલો, પેલુ ખોલો, શું તમે જવાબદારી લેશો? કેટલાંક લોકો મને રાત્રિ કર્ફ્યું લગાવાનો સુચન કરી રહ્યાં છે, પરંતુ મને લાગે છે કે દરેક વસ્તુ માટે ઓર્ડરની જરૂરિયાત ન હોય. જો જરૂરિયાત ન હોય તો બહાર જવાથી બચો. CM ઠાકરેએ લોકોને અપીલ કરી કે ભીડથી બચો, બહાર જરૂરિયાત પડવા પર જ જવુ અને માસ્ક જરુરથી લગાવવું.