બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / 'Flight changed, no food, luggage misplaced': India's star goes through 'worse experience

ક્રિકેટ / બાંગ્લાદેશ જતી વખતે વિમાનમાં ભારતીય ક્રિકેટર સાથે બની ચોંકાવનારી ઘટના, કહ્યો કડવો અનુભવ

Hiralal

Last Updated: 05:18 PM, 3 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાના સ્ટાર ક્રિકેટર દીપક ચાહરને બાંગ્લાદેશ જતી વખતે મલેશિયાની એરલાઈન્સનો એક કડવો અનુભવ થયો હતો જે તેણે શેર કર્યો છે.

  • ટીમ ઈન્ડીયા ટેસ્ટ અને વનડે રમવા બાંગ્લાદેશ પહોંચી 
  • સ્ટાર ક્રિકેટર દીપક ચાહરને મલેશિયાની ફ્લાઈટમાં થયો કડવો અનુભવ
  • ફ્લાઈટમાં ખાવાનું ન અપાયું, સામાન પણ ખોઈ નાખ્યો 

ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ અને વનડે રમવા બાંગ્લાદેશ પહોંચી ચૂકી છે પરંતુ એક ખેલાડીએ ફ્લાઈટમાં તેની સાથે થયેલા ખરાબ વર્તનની ફરિયાદ કરી છે. 

સ્ટાર બોલર દીપક ચાહર ભારતીય ટીમ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયો હતો. અહીંથી તે સીધો ઢાકા ગયો હતો અને બાંગ્લાદેશ શ્રેણી માટે ભારતીય ટીમ સાથે જોડાયો હતો. આ દરમિયાન ફ્લાઈટમાં તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો.

એરલાઈન્સે મારો સામાન પણ ખોઈ નાખ્યો-ચાહર 
દીપક ચાહરે ટ્વીટ કરીને કહ્યું કે તે મલેશિયન એરલાઇન્સ દ્વારા ઢાકા પહોંચ્યો હતો. તેણે બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કર્યો. આમ છતાં તેમને ખાવાનું પણ આપવામાં આવ્યું નહોતું તેમજ એરલાઈન્સ દ્વારા મારો સામાન પણ ખોઈ નાખવામાં આવ્યો હતો. શ્રેણીની પ્રથમ વન ડે રવિવારે (4 ડિસેમ્બર) છે અને તે માત્ર 24 કલાકથી સામાનની રાહ જોઈને બેઠો છું. ચાહકે કહ્યું કે  આવી સ્થિતિમાં મેચની કેવી રીતે તૈયારી કરવી?

દીપકે શનિવારે ટ્વીટ કર્યું 
દીપકે શનિવારે ટ્વીટ કર્યું હતું કે, "મલેશિયન એરલાઇન્સમાં મુસાફરી કરવી એ ખૂબ જ ખરાબ અનુભવ હતો. પહેલાં તો, તેમણે મને કહ્યા વગર જ અમારી ફ્લાઈટ બદલી નાખી. ઈકોનોમી ક્લાસમાં ભોજન પણ પીરસવામાં આવતું ન હતું. હવે અમે અમારો સામાન મેળવવા માટે છેલ્લા 24 કલાકથી રાહ જોઈ રહ્યા હતા. કલ્પના કરો કે અમારે આવતીકાલે (રવિવારે) મેચ રમવાની છે.

મલેશિયન એરલાઈન્સે દીપકને ફરિયાદ માટે મોકલી લિંક 
મલેશિયન એરલાઈન્સે ફરિયાદ કરવા માટે દીપક ચાહરને એક લિંક મોકલી છે. પરંતુ દીપક ચાહરે કહ્યું કે આ લિંક પણ ઓપન થતી નથી. મલેશિયા એરલાઇન્સે ટ્વિટર પર જવાબ આપ્યો, "ઓપરેશનલ, હવામાનશાસ્ત્ર અને તકનીકી કારણોસર આ થઈ શકે છે. અસુવિધા માટે અમે માફી માંગીએ છીએ. બાંગ્લાદેશ પ્રવાસમાંથી સૂર્યકુમાર યાદવ અને ઉમરાન મલિકને આરામ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ બંને સીધા જ ભારત પહોંચી ગયા હતા. જોકે ઈજાગ્રસ્ત મોહમ્મદ શમીના સ્થાને તેને વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોવાથી ઉમરાને હવે બાંગ્લાદેશનો પ્રવાસ ખેડવો પડશે. દીપક ચાહર પણ ન્યૂઝીલેન્ડથી ભારત આવવાને બદલે સીધો ઢાકા પહોંચ્યો હતો. 

બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમ
ભારતની વન-ડે ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી (વાઇસ કેપ્ટન), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહમદ, દીપક ચહર, નવદીપ સૈની.

ભારતની ટેસ્ટ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), શુબમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (વિકેટ કીપર), શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટ કીપર), કેએસ ભારત (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્સર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ

4 ડિસેમ્બર, પ્રથમ વન-ડે (ઢાકા) સવારે 11.30 વાગ્યે
• 7 ડિસેમ્બર, બીજી વન-ડે (ઢાકા) રાત્રે
11.30 • 10 ડિસેમ્બર, ત્રીજી વન-ડે (ઢાકા) રાત્રે 11.30 વાગ્યે
• 14-18 ડિસેમ્બર, પ્રથમ ટેસ્ટ (ચિત્તાગોંગ)
• 22-26 ડિસેમ્બર, બીજી ટેસ્ટ (ઢાકા)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ