બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Flax seeds are very beneficial for women's health

આરોગ્ય / વજન ઘટાડવું હોય કે પછી ચામડી અને વાળ ચમકતા કરવા હોય, આ બીજ 5 સમસ્યાઓમાં સૌથી વધુ કારગર

Pooja Khunti

Last Updated: 04:21 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Flax Seeds Benefits For Women: અળસીનાં બીજ મહિલાઓનાં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. તેના સેવનથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.

  • હોર્મોન્સનાં અસંતુલનને ઠીક કરે છે 
  • ત્વચા અને વાળ માટે ફાયદાકારક 
  • વજન ઘટાડવામાં મદદરૂપ 

અળસીનાં બીજ સ્વાસ્થ્ય અને ત્વચા માટે ખુબજ ફાયદાકારક હોય છે. તે કેટલાક પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. અળસીનાં બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ, ફાયબર, પ્રોટીન, કોપર, મેગ્નેશિયમ, અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે. જેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. ખાસ કરીને મહિલાઓ માટે અળસીનાં બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. જાણો અળસીનાં બીજનાં સેવનથી થતાં ફાયદાઓ વિશે. 

હોર્મોન્સનાં અસંતુલનને ઠીક કરે છે 
આજકાલ મહિલાઓમાં હોર્મોન્સનાં અસંતુલનની સમસ્યા જોવા મળે છે. અળસીનાં બીજનાં સેવનથી હોર્મોન્સનાં અસંતુલનમાં રાહત મળે છે. અળસીનાં બીજ એસ્ટ્રોજન હોર્મોન્સનાં સ્તરને ઘટાડવાનું કામ કરે છે. તેનાથી પીસીઓડી જેવી સમસ્યામાં રાહત મળે છે. 

પ્રજનનક્ષમતા વધારે 
અળસીનાં બીજ મહિલાઓની પ્રજનનક્ષમતા વધારવામાં મદદ કરે છે. આ સાથે મહિલાઓને માસિક સ્ત્રાવમાં પણ રાહત મળે છે. અળસીનાં બીજનાં સેવનથી ગર્ભાવસ્થાની શક્યતા વધી શકે છે. 

વાંચવા જેવું: ઓફિસ કે ઘરકામ કરીને થાકથી કંટાળી ગયા છો? તો પાવર નેપમાં 6 ફાયદાઓ શરીર પ્રફુલ્લિત કરી દેશે

ત્વચા અને વાળ માટે ફાયદાકારક 
અળસીનાં બીજ ત્વચા અને વાળ માટે ફાયદાકારક હોય છે. આ બીજમાં વિટામિન E હોય છે. આ વાળને મજબૂત બનાવે છે અને વાળનાં વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય છે. આ સાથે અળસીનાં બીજમાં એન્ટીઓક્સિડેન્ટની ભરપૂર માત્રા હોય છે. આ ત્વચાનાં કોલેજનનું ઉત્પાદન વધારે છે. અળસીનાં બીજનાં નિયમિત સેવનથી ત્વચા હેલ્ધી બને છે. 

એનિમિયા
અળસીના બીજનું સેવન મહિલાઓમાં એનિમિયાની ફરિયાદને દૂર કરવા માટે ફાયદાકારક છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન નબળાઈ અને થાક જેવા એનિમિયાના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ 
જે મહિલાઓ વજન ઘટાડવા માંગે છે. તેઓએ તેમના આહારમાં અળસીનાં બીજનો સમાવેશ કરવો જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેનું સેવન કરવાથી તમને વારંવાર ભૂખ નથી લાગતી. તે તમને વધારે ખાવાથી બચાવે છે. વજન ઘટાડવા માટે, સવારે ખાલી પેટે એક ચમચી અળસીના બીજને હુંફાળા પાણી સાથે ખાઓ. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર થશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ