બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / flats will be cheap after corona virus lockdown these are 5 reasons

કોરોના ઈફેક્ટ / લૉકડાઉન બાદ સસ્તા થશે ફ્લેટ, જાણો આ છે 5 કારણો

Published By: Krupa

Last Updated: 10:09 PM, 5 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારા મકાનનું સપનું હવે કોરોના વાયરસ લૉકડાઉન બાદ ખૂબ જ સસ્તામાં પૂર્ણ કરી શકો છો. પરિસ્થિતિઓ એવી છે કે અર્થવ્યવસ્થામાં જીવ ફૂંકવા માટે સરકાર સિસ્ટમમાં ભારે લિક્વિડિટી નાંખવા જઇ રહી છે, જેની સીધી અસર રિયલ એસ્ટેટ સેક્ટર પર પડશે અને ફ્લેટ સસ્તા થશે.

કોરોના વાયરસ મહામારીને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા લૉકડાઉનના કારણે તમામ સેક્ટર્સની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. રિયલ એસ્ટેટ સેક્ટર પણ એનાથી દૂર નથી. પહેલીથી સુસ્તીનો સામનો કરી રહેલ આ સેક્ટરના સમક્ષ કોરોના મહામારી કોઇ વજ્રપાતથી ઓછી નથી. કોરોના મહામારી પહેલા જ ફ્લેટોની કિંમતો 30 ટકા ઘટી ગઇ હતી, એવામાં કિંમતો પર લૉકડાઉનની મોટી અસર થવા જઇ રહી છે. 

બજારમાં ભારે લિક્વિડિટી
લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને થયેલા ભારે નુકસાનથી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર સિસ્ટમમાં ભારે ભરકમ લિક્વિડિટીની વ્યવસ્થા કરવા જઇ રહી છે. વાસ્તવમાં, સારી આર્થિક ગતિવિધિઓ લૉકડાઉનના કારણે ઠપ પડી છે, જેમાં જીવ ફૂંકવા માટે સરકાર લોન વહેંચવા માટે પોતાનો ખજાનો ખોલી ચુકી છે. ભલે લોન લેનાર લોકો ના મળે, પરંતુ બેંકોની પાસે લોનની કમી થશે નહીં. 

વ્યાજદરમાં થશે ઘટાડો
વધારેમાં વધારે લોન વહેંચવા માટે બેંક સ્વાભાવિક છે કે વ્યાજ દર ઓછો રાખશે. વ્યાજ દર ઓછો થવાથી વધારેમાં વધારે લોકો લોન લેાના પ્રત્યે આકર્ષિત થશે અને એનાથી સ્વાભાવિક છે કે જેમને પોતાનું મકાન ખરીદવાનું છે, એ પણ લોન લેવાની તરફ વલણ કરશે. 

ફ્લેટ વેચવાનું પ્રેશર 
છેલ્લા દોઢ વર્ષથી અર્થવ્યવસ્થામાં સુસ્તીનો આલમ છે. એ કારણથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં વેચાયા ના હોય એવા ફ્લેટોની સંખ્યા ખૂબ જ વધી ગઇ છે. હવે બિલ્ડર્સ પર એમની વેચવાનું દબાણ વધી રહ્યું છે. જો લૉકડાઉન બાદ બેંક હોમ લોનમાં છૂટ આપવામાં આવશે તો સ્વાભાવિક છે કે બિલ્ડર્સ પણ એનો ફાયદો ઊઠાવવા માંગશે. 

મિડલ ક્લાસને છૂટની આશા
અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર લૉકડાઉન બાદ મિડ્લ ક્લાસને ઘણા પ્રકારની છૂટ ઑફર કરી શકે છે. આ છૂટ લોન સહિત ઘણા અન્ય રૂપોમાં થઇ શકે છે. એવામાં લોકો પોતાના ઘરનું સપનું સાકાર કરવા માટે સરકારની ઑફરને હાથોહાથ લેશે. 

બિલ્ડર્સ પર સરકારનું દબાણ
ઇકૉનોમીમાં તેજી લાવવા માટે સરકાર રિયલ એસ્ટેટ કંપનીઓ પર મકાનોની કિંમતો થોડી ઓછી કરવાનું દબાણ બનાવી શકે છે. કારણ કે આવું થશે તો માંગણી વધી જશે અને લોકો ફ્લેટ ખરીદવાનો મૂડ બનાવશે. એનાથી અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus business lockdown કોરોના વાયરસ રિયલ એસ્ટેટ લૉકડાઉન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ