બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / first lunar eclipse on 5 may 2023 know the precautions and effect

ધર્મ / ચંદ્ર ગ્રહણ દરમિયાન બિલ્કુલ પણ ના કરશો ભૂલ નહીંતર જીવનમાંથી ખુશીઓ થઈ જશે ગાયબ

Manisha Jogi

Last Updated: 10:35 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુદ્ધ પૂર્ણિમાના રોજ ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું હોવાથી આ ચંદ્ર ગ્રહણ ખૂબ જ ખાસ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ગ્રહણની ઘટનાને અશુભ માનવામાં આવે છે.

  • 5 મે 2023ના રોજ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ.
  • બુદ્ધ પૂર્ણિમાના રોજ ચંદ્ર ગ્રહણ લાગશે. 
  • આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે.

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 5 મે 2023ના રોજ શુક્રવારે લાગશે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ગ્રહણની ઘટનાને અશુભ માનવામાં આવે છે. જેથી ચંદ્ર ગ્રહણ દરમિયાન ખાસ સાવધાની રાખવી જરૂરી છે. નહીંતર જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે અને ઘરમાં અશાંતિ સર્જાઈ શકે છે. આ વર્ષે ચંદ્ર ઉપછાયા ગ્રહણ રહેશે. આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, તેમ છતાં તમામ લોકો પર આ ચંદ્ર ગ્રહણની અસર જોવા મળશે. 

ચંદ્ર ગ્રહણ દરમિયાન સાવચેત રહો
શાસ્ત્રો અનુસાર ચંદ્ર ગ્રહણ દરમિયાન સાવચેત રહેવું જોઈએ અને ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરમાંથી બહાર ના નીકળવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ભોજન ના કરવું જોઈએ. ગ્રહણ દરમિયાન પૂજા પાઠ ના કરવા. ઉપરાંત ચાકૂ, કાતર અથવા ધારદાર વસ્તુનો ઉપયોગ ના કરવો જોઈએ. 

ચંદ્ર ગ્રહણ દરમિયાન શું ના કરવું જોઈએ?
ચંદ્ર ગ્રહણ દરમિયાન ક્રોધ ના કરવો જોઈએ. ક્રોધ કરવાથી આગામી 15 દિવસ ખતરનાક સાબિત થઈ શકે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂમસામ સ્થળ અથવા સ્મશાન પાસે ના જવું જોઈએ, આ દરમિયાન નકારાત્મક શક્તિઓ ખૂબ જ શક્તિશાળી બની જાય છે. ઉપરાંત જીવનમાંથી ખુશીઓ ગાયબ થઈ જાય છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન પતિ-પત્નીએ શારીરિક સંબંધ ના બનાવવા જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરની સુખ-શાંતિ ભંગ થઈ જાય છે.

ચંદ્ર ગ્રહણ સમય
ચંદ્ર ગ્રહણ 5 મેના રોજ રાત્રે 08:44 વાગ્યે શરૂ થશે અને રાત્રે 01:02 વાગ્યે પૂર્ણ થશે. આ ચંદ્ર ગ્રહણનો સમયગાળો 4 કલાક અને 15 મિનિટ સુધીનો છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ગંગા સ્ન કરો અને ગરીબોને દાન કરો. ગ્રહણ પૂર્ણ થયા પછી ઘરનું શુદ્ધિકરણ કરો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને કપડાંનું દાન કરો. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ