બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / First image of Earth taken from space 57 years ago

પૃથ્વીની પ્રથમ તસવીર / 57 વર્ષ પહેલાં અંતરિક્ષમાંથી લેવાયેલ ધરતીની પ્રથમ તસવીર, ચંદ્રની નજરે કંઇક આવી દેખાતી હતી પૃથ્વી, જુઓ Photo

Priyakant

Last Updated: 01:30 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing News: 1966માં નાસાના લુનાર ઓર્બિટર વને પહેલીવાર ચંદ્રમાંથી પૃથ્વીની તસવીર લીધી હતી

  • પૃથ્વીની પ્રથમ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર
  • 57 વર્ષ પહેલાં અંતરિક્ષમાંથી લેવાયેલ પ્રથમ તસવીર 
  • નાસાના લુનાર ઓર્બિટર વને પહેલીવાર લીધી હતી પૃથ્વીની તસવીર 

ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર આજે સાંજે 6.40 કલાકે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચશે. આ સાથે ફરી એકવાર 23 ઓગસ્ટની તારીખ ઈતિહાસના તે પાનાઓમાં નોંધવામાં આવશે જે આવનારા ભવિષ્યને તે સુવર્ણ કાળની યાદ અપાવશે જ્યારે પ્રથમ વખત કોઈ દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મૂક્યો હતો.

પહેલીવાર ચંદ્રમાંથી પૃથ્વીની તસવીર
જો મૂન મિશનના ક્ષેત્રમાં જોવામાં આવે તો 23 ઓગસ્ટનું પોતાનું વિશેષ મહત્વ છે, તમને જાણીને નવાઈ લાગશે કે 23 ઓગસ્ટ એ તે તારીખ છે જ્યારે 57 વર્ષ પહેલા 1966માં નાસાના લુનાર ઓર્બિટર વને પહેલીવાર ચંદ્રમાંથી પૃથ્વીની તસવીર લીધી હતી. આ ચિત્ર આંશિક રીતે અસ્પષ્ટ અને કાળું અને સફેદ હતું પરંતુ તે ચંદ્ર મિશનના ઇતિહાસમાં એવી સફળતા હતી જેણે ભવિષ્યના ચંદ્ર મિશન માટે માર્ગ મોકળો કર્યો.

નાસાનું લુનાર ઓર્બિટર-1 મિશન શું હતું
લુનાર ઓર્બિટર-1 એ નાસાનું પ્રથમ ચંદ્ર મિશન હતું જે સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. આ મિશન 10 ઓગસ્ટ 1966ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જે સર્વેયર મિશન હતું. તેનો હેતુ નાસાના ભાવિ એપોલો મિશન માટે સલામત ઉતરાણ સ્થળ શોધવાનો હતો,લુનાર ઓર્બિટર-1ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે, તે ચંદ્રની શક્ય તેટલી વધુ તસવીરો લઈ શકે.

ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની બે તસવીરો 
લુનાર-ઓર્બિટર-1 ચંદ્રની સપાટીથી 58 કિમી સુધી ગયું હતું. તેણે 18 થી 29 ઓગસ્ટ 1966 દરમિયાન તેનું ફોટોગ્રાફિક મિશન કર્યું અને ચંદ્રના 5 મિલિયન ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લેતા 42 ઉચ્ચ રીઝોલ્યુશન અને 187 મધ્યમ રિઝોલ્યુશન ફોટોગ્રાફ્સ લીધા. આમાં પૃથ્વીની બે તસવીરો પણ હતી. જે પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાંથી લેવામાં આવી હતી.

23 ઓગસ્ટે લેવામાં આવી પૃથ્વીની તસવીર 
ચંદ્રની ભ્રમણકક્ષામાંથી લુનાર ઓર્બિટર-1 દ્વારા લેવામાં આવેલી તસવીર નાસા દ્વારા 25 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવી હતી. આ તસવીર ઓર્બિટર-1 દ્વારા 23 ઓગસ્ટે લેવામાં આવી હતી. 24 ઓગસ્ટે તે સ્પેનમાં નાસાના ગ્રાઉન્ડ સ્ટેશન પર પહોંચી હતી. 25 ઓગસ્ટના રોજ મિશનની સફળતાની ઘોષણા કરતા નાસાએ સૌપ્રથમ આ ચિત્ર પ્રકાશિત કર્યુ. જે 26 ઓગસ્ટ, 1966ના રોજ અખબારો અને સામયિકોમાં પ્રકાશિત થયું હતું.

આ મિશનનો હેતુ શું હતો ? 
નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલા લુનાર ઓર્બિટરનું મુખ્ય કાર્ય નાસાના ભાવિ ચંદ્ર મિશન માટે લેન્ડિંગ સાઇટ શોધવાનું હતું. તેથી જ આ મિશનને સર્વેયર નામ આપવામાં આવ્યું હતું. આ મિશનથી જ નાસાએ ચંદ્રના વાતાવરણમાં ઉલ્કાઓ શોધી કાઢી હતી. આ સિવાય ચંદ્રના વાતાવરણ અને તેના ગુરુત્વાકર્ષણ અને ભૌતિક ગુણધર્મો વિશે માહિતી પ્રાપ્ત થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ