બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / મેઘરાજાએ સુરતને ઘમરોળી કાઢ્યું, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
5 ફોટો ગેલેરી
Last Updated: 10:13 AM, 6 July 2024
1/5
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ નોંધાયો, વાંસદા 4.5 ઈંચ, કપરાડામાં 4.5 ઈંચ, ખેરગામમાં સવા 4 ઈંચ, પારડીમાં 4 ઈંચ, કામરેજમાં 4 ઈંચ, વલ્લભીપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉમરપાડા 5 ઈંચ, વાંસદા 4.5 ઈંચ, કપરાડા 4.5 ઈંચ, ખેરગામ સવા 4 ઈંચ, પારડી 4 ઈંચ, કામરેજ 4 ઈંચ, વલ્લભીપુર 4 ઈંચ, ડેડિયાપાડા 3.5 ઈંચ, ડોલવણ 3.5 ઈંચ, તિલકવાડા 3.5 ઈંચ, ઉમરાળા 3 ઈંચ, ધરમપુર 3 ઈંચ, બારડોલી 3 ઈંચ, ચીખલી પોણા 3 ઈંચ, વઘઈ પોણા 3 ઈંચ, મહુવા પોણા 3 ઈંચ, વ્યારામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
2/5
નવસારીમાં વરસાદી માહોલ છવાયો છે. નવસારી શહેરનાં તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જીલ્લાનાં તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. નવસારી શહેરમાં 2.5 ઈંચ, જલાલપોરમાં સવા 2 ઈંચ, ગણદેવીમાં પોણા 2 ઈંચ, ચીખલીમાં પોણા 3 ઈંચ, ખેર ગામમાં 4.5 ઈંચ, વાંસદામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
3/5
4/5
દાહોદના દેવગઢ બારીયામાં પહેલા વરસાદમાં પાલીકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી છે. પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. કલબ થી કાપડી વિસ્તાર જવાના રસ્તે પાણી ભરાયા છે.પાણી ભરાવાના કારણે હોસ્ટેલ જતા વિધાથીઓને હાલાકી પડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ