બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Finance minister Nirmala Sitaraman defended imposing fine on not linking adhaar and Pan

Aadhar-PAN Link / 30 જૂન સુધી આધારકાર્ડ-પાનકાર્ડ લિન્ક નહીં થાય તો શું? નાણામંત્રી સીતારમણે જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 04:09 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhar-PAN Link : 30 જૂન 2023 સુધી જો આધાર અને પાનકાર્ડ લિન્ક ન કર્યું તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. ગુરુવારે નાણામંત્રીએ કહ્યું કે પૂર્વે લિંક કરવા માટે ઘણો સમય આપવામાં આવ્યો હતો.

  • નાણામંત્રીએ આધાર-પાન લિંકિંગ અંગે કરી વાત
  • જૂન 2023 સુધી ફરજિયાત કરવું પડશે લિંક
  • નહીંતર પાનકાર્ડ થઈ જશે નિષ્ક્રિય

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે પાનકાર્ડ સાથે આધારને લિંક કરવામાં મોડું થતાં લાગતાં દંડ અંગે વાત કરી હતી. આધાર સાથે પાનનું લિંકિંગ 31 માર્ચ 2022 સુધી મફત હતું ત્યારબાદ 1 એપ્રિલ 2022થી તેના પર 500રૂપિયાનાં દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું જેને જૂલાઈ મહિનામાં વધારીને 1000 કરી દેવામાં આવ્યું .

દંડમાં થઈ શકે વધારો
હાલમાં સ્થિતિ એવી છે કે જો જૂન 2023 સુધી આધાર અને પાનકાર્ડને લિંક ન કરવામાં આવ્યું તો તે નિષ્ક્રિય થઈ જશે. ગુરુવારે પ્રેસ કોન્ફેરેન્સને સંબોધિત કરતાં નાણામંત્રીએ કહ્યું કે આધાર સાથે પાનકાર્ડને લિંક કરવા માટે પૂર્વે ઘણો સમય આપવામાં આવ્યો હતો. આધારનું પાન સાથેનું લિંકિંગ અત્યાર સુધી થઈ જવું જોઈતું હતું. જે લોકોએ અત્યારસુધી એવું કરાવ્યું નથી તેમણે તાત્કાલિક કરાવી લેવું જોઈએ. જો વર્તમાન નક્કી કરેલી સમયનસીમા સમાપ્ત થઈ જાય છે તો દંડમાં હજુ વધારો કરવામાં આવશે.

પાનકાર્ડ થઈ જશે નિષ્ક્રિય
નાણામંત્રાલય તરફથી ગત 28 માર્ટનાં જાહેર કરવામાં આવેલ એક નિવેદન અનુસાર TDS અને TCS સાથે સંકળાયેલી મુશ્કેલીઓથી બચવા માટે દરેક વ્યક્તિએ પોતાના આધારને પાનકાર્ડ સાથે કોઈપણ સ્થિતિમાં લિંક કરાવી લેવું જોઈએ. જો લોકોએ એવું મ કરાવ્યું તો તેમનો પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેમને TDS TCS ક્લેમ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhar-PAN Link Nirmala Sitharaman આધાર-પાનકાર્ડ લિંક નિર્મલા સીતારમણ Aadhar-PAN Link
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ