બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Fasting on Saturday is considered very beneficial, worshiping Shani Dev fulfills all the wishes of people

પંચાંગ / શનિવારના પાવન દિવસે શનિદેવને કેવી રીતે રીઝવવા? વ્રત-પૂજાથી સાડાસાતી થશે દૂર, આ રહ્યા શુભ મુહૂર્ત

Dinesh

Last Updated: 07:02 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dharma news: શનિવારે ઉપવાસ રાખવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે શનિદેવની પૂજા કરવાથી લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે

  • શનિદેવની પૂજા કરવાથી લોકોની પરેશાનીઓ દૂર થઈ શકે છે
  •  વૈષ્ણવ લોકો 23 ડિસેમ્બરે મોક્ષદા એકાદશીનું વ્રત કરી  શકે
  • શનિવારે ઉપવાસ રાખવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે


Dharma news: હિન્દુ ધર્મમાં શનિવાર ભગવાન શનિદેવનો પ્રિય દિવસ ગણાય છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી લોકોની પરેશાનીઓ દૂર થઈ શકે છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને જે લોકો શનિદેવને પ્રસન્ન કરવામાં સફળ થાય છે, તેમનું ભાગ્ય બદલાઈ જાય છે. જે લોકોની કુંડળીમાં શનિદોષ હોય અથવા શનિના પ્રકોપનો સામનો કરી રહ્યા હોય તેમણે શનિવારે વ્રત રાખવું અને પૂજા કરવી જોઈએ. શનિદેવને પ્રસન્ન કરવું સરળ છે અને તેનાથી લોકોને સાડાસાતીથી પણ રાહત મળી શકે છે. આ ઉપરાંત વૈષ્ણવ લોકો 23 ડિસેમ્બરે મોક્ષદા એકાદશીનું વ્રત કરી  શકે છે.

Shani Dev: These 2 signs are very dear to Shani Dev, they give a lot of fame and money with career advancement.

શનિદેવની પૂજા કરવાથી લોકોની મનોકમાના પૂર્ણ થાય
શનિવારે વ્રત રાખવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવની પૂજા કરવાથી લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે પૂજા કરવાથી શનિદેવના પ્રકોપથી મુક્તિ મળી શકે છે. શનિવારે વ્રત રાખવાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે અને લોકોના જીવનની પરેશાનીઓ દૂર થાય છે. આ વ્રતથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ શકે છે. આ વ્રત દરમિયાન સૂર્યોદય સમયે પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે.

બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું
શનિવારનું ઉપવાસ રાખવા માટે લોકોએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું જોઈએ. આ પછી વ્રતનો સંકલ્પ લઈને શનિદેવની મૂર્તિને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. પૂજા પછી આરતી અને પછી પ્રસાદ ચઢાવવો જોઈએ. આ દિવસે પીપળના ઝાડને જળ ચઢાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ 23 ડિસેમ્બરના પંચાંગ અનુસાર શુભ અને અશુભ સમય

23 ડિસેમ્બર 2023 ના પંચાંગ
આજની તિથી - શુક્લ દ્વાદશી
આજે નક્ષત્ર - ભરણી
આજનું કરણ - બવ
આજનો પક્ષ - શુક્લ પક્ષ
આજનો દિવસ - શનિવાર
ચંદ્ર રાશિ - મેષ
ઋતુ - હેમંત

સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય સમય
સૂર્યોદય – 06:48:06 AM
સૂર્યાસ્ત – 05:18:05 PM
ચંદ્રોદય – 02:15:06 PM
ચંદ્રાસ્ત – 03:03:46 AM
શુભ સમય – 11:42:00 AMથી 12:24:00 PM
રાહુ કાલ - 09:25:35 AMથી 10:44:20 AM
ગુલિક કાલ - 06:48:006 AMથી 08:06:50 AM

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ