બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 06:28 PM, 20 November 2021
ADVERTISEMENT
ગાયના એક કિલો છાણથી ખેડૂતોએ એટલી વીજળી તૈયાર કરી છે જે 5 કલાક સુધી વેક્યુમ ક્લિનર ચલાવી શકે. બ્રિટનના આર્લા ડેરી તરફથી છાણનો પાઉડર બનાવીને બેક્ટેરિયા બનાવવામાં આવ્યો છે. તેને કાઉ પૈટરીનું નામ આપવામાં આવ્યું છે. AA સાઇઝની પેટરીથી સાડા 3 કલાક સુધી ઇસ્ત્રી પણ કરી શકાય છે. આ ઉપયોગી આવિષ્કાર છે.
છાણથી વીજળીની જરૂરિયાત પૂરી થશે
ADVERTISEMENT
બ્રિટિશ ડેરી કો ઓપરેટિવ આર્લા સરફથી આ પ્રયોગ વિકસાવવામાં આવ્યો છે. બેટરી એક્સપર્ટ જીપી બેટરીઝનો દાવો છે કે આખા વર્ષ દરમિયાન એક ગાયના છાણમાંથી ત્રણ ઘરોને વીજળી મળી શકે છે. એક કિલોગ્રામ ગાયનું છાણ 3.75 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. આવી સ્થિતિમાં જો 4,60,000 ગાયોના છાણમાંથી વીજળી બનાવવામાં આવે તો બ્રિટનના 12 લાખ ઘરોમાં વીજળી પહોંચાડી શકાય. ડેરી એક વર્ષમાં 1 મિલિયન ટન ગોબરનું ઉત્પાદન કરે છે, જેથી વીજ ઉત્પાદનનો મોટો લક્ષ્યાંક નક્કી કરી શકાય.
ડેરીમાં છાણથી ચાલે છે વીજળી
આ ડેરીમાં તમાત વસ્તુઓ માટે છાણમાંથી પેદા થયેલી વીજળીનો જ ઉપયોગ કરવામાં આવે છે. વીડળી બનાવવાની પ્રક્રિયાને એનરોબિક ડાઇજેશન કહેવામાં આવે છે. જેમાં જાનવરોના વેસ્ટમાંથી વીજળી બનાવવામાં આવે છે. ડેરીમાં 4,60,000 ગાયો રહે છે, જેનું છાણ સુકવીને પાવડર બનાવવામાં આવે છે અને વીજળી પેદા થાય છે. આર્લાના એગ્રીકલ્ચર ડિરેક્ટરે કહ્યું કે, સરકાર જો આ આવિષ્કાર પર ધ્યાન આપશે તો આ પ્રયોગથી રીન્યુએબલ એનર્જી મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT