બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / કમોસમી વરસાદથી ખેડૂતો બેહાલ, ગુજરાત સરકારે ગાઇડલાઇન બહાર પાડી

કાર્યવાહી / કમોસમી વરસાદથી ખેડૂતો બેહાલ, ગુજરાત સરકારે ગાઇડલાઇન બહાર પાડી

Published By: Krutarth Joshi

Last Updated: 07:05 PM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કે વરસાદમાંથી હજી પણ રાહત મળે તેવી શક્યતા નહીવત્ત છે. આગામી 31 મી તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28મી તારીખે વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળશે.

ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી તા. 01 નવેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવા વાદળછાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને, ખેડૂતોને તેમના પાકના રક્ષણ માટે કેટલીક તકેદારીના પગલાં લેવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

ટોલફ્રી નંબર જાહેર કરાયો

આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર – 18001801551 પર સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે તબાહી મચાવી છે. જેનાં કારણે ખેડૂતો પાયમાલ થઇ ચુક્યાં છે.

વરસાદથી રાહત મળે તેની શક્યતા નહીવત્ત

જો કે વરસાદમાંથી હજી પણ રાહત મળે તેવી શક્યતા નહીવત્ત છે. આગામી 31 મી તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28મી તારીખે વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળશે. મંગળવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 29મીએ ફરીથી અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 30મીએ ફરીથી વરસાદની તીવ્રતા વધી શકે છે. 31મીએ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, સુરત અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદથી ડેમોમાં આવ્યા નવા નીર, આ ગામોને સાવચેત રહેવા સૂચના

પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલાં:

* કમોસમી વરસાદથી થતા પાક નુકશાનથી બચવા માટે ખેતરમાં કાપણી કરેલ અથવા ખુલ્લા પડેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી.  જો પાકને ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. 

* પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. 

* આ સમયગાળા પૂરતો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો.

* ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવો. 

* APMCમાં રહેલા અનાજ અને ખેતપેદાશોને ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા.

* આ દિવસો દરમિયાન APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો લાવવાનું ટાળવું અથવા તેને સુરક્ષિત રાખવા. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Farmers are suffering due to unseasonal rains Guidelines for farmer Gujarat government issues guidelines

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ