બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / મૂવી સમીક્ષા / Faati Ne Review: આ વીકેન્ડમાં ફાટી ને જોવાય કે ન જોવાય, વાંચી લો આ રિવ્યુ
Last Updated: 06:50 PM, 31 January 2025
શુક્રવારે રિલીઝ થયેલી હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ફાટી ને જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો. ભૂતથી ડર લાગશે કે પછી ખુરશી પકડી પકડીને હસશો? જો તમે ફિલ્મ જોઈ આવ્યા છો, તો અમને મેસેજ કરીને એ જરૂર કહેજો કે આ બાબા (નામ લખી શકાય એવું નથી!) શું જોઈ ગયા હતા કે એમની આંખો આવી થઈ ગઈ? અને જો નથી જોયું તો તમારા માટે એક ટિપ, એક કિસિંગ સીન છે, જે કોઈ હિસાબે ચૂકવવા જેવો નથી.
ADVERTISEMENT
સ્ટોરી
ADVERTISEMENT
ફિલ્મ જોવા જઈએ, ત્યારે સૌથી વધારે અપેક્ષા શું હોય? એ જ કે પૈસા વસૂલ થવા જોઈએ, મજા આવવી જોઈએ. મોટા ભાગના લોકો પોતાની રોજિંદી જીંદગીમાંથી 2.5 કલાક કાઢીને થિયેટરની અંદર ફિલ્મમય થઈ જવા માટે જ આવતા હોય છે. ફૈસલ હાશ્મી ડાયરેક્ટેડ હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા સ્ટારર ગુજરાતી ફિલ્મ ફાટી ને આ બાબતમાં પૈસા વસૂલ છે. અમે ફિલ્મને ખૂબ નજીકથી જોઈને કેટલીક બાબતો ખાસ 'ઓબ્ઝર્વ' કરી છે! 12 કલાક સુધી ઓફિસના કામ પછી, મોડી રાત્રે થિયેટરની ત્રીજી રોમાં ડોક એકદમ ખેંચીને ફિલ્મ જોઈ, પણ પહેલી 20 મિનિટ પછી આ બધી ફરિયાદો એમ માનો કે ભૂલાઈ ગઈ હોય, ફિલ્મની કોમેડીએ તો ખુરશી પકડી પકડીને હસાવ્યા.
ફિલ્મમાં ઘણી બધી જગ્યાએ લૂપ હોલ્સ છે, ટેક્નિકલ ક્ષતિઓ છે, પરંતુ સ્ક્રિપ્ટીંગ, ડાયલોગ્સ અને ડાયલોગ ડિલીવરી એટલી પાવરફૂલ છે કે પહેલી 20 મિનિટ પછી બધું જ ભૂલાઈ જાય. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા લીડ રોલમાં છે. ફિલ્મના ટાઈટલમાં સ્મિત પંડ્યાને કોમેડી કિંગ અને હિતુ કનોડિયાને શાઈનિંગ સ્ટાર તરીકે ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. હિતુ કનોડિયા દમદાર છે જ, પરંતુ ફિલ્મની હાઈલાઈટ અને અસલી હીરો સ્મિત પંડ્યા છે, જે દરેક સીનમાં છવાઈ જાય છે. ફિલ્મ પૂરી કરીને બહાર નીકળશો, ત્યારે પદમલાલના જુદા જુદા વનલાઈનર્સ ડાયલોગ્સ એકબીજાને કહીને હસતા હશો. સ્મિત પંડ્યાને કોમેડી કિંગ કહેવામાં આવ્યા છે, એ શબ્દો આખી ફિલ્મમાં સાચા પડે છે. જો સ્મિત પંડ્યાએ લખેલા ડાયલોગ ડિલીવર કર્યા છે, તો ફૈસલ હાશ્મી અને હેનિલ દવેને દાદ દેવી પડે.
વધુ વાંચો: Hunter Season 2નું દમદાર ટીઝર રિલીઝ, જોવા મળશે સુનીલ શેટ્ટી, જેકી શ્રોફનું ડબલ એક્શન
સ્મિત પંડ્યાની ગુજરાતી ફ્લેવર પર પકડ જબરદસ્ત છે. ઢેબરા અને થેપલાનો તફાવત, ગુજરાતી ઉપર માંડ માંડ છાંટેલું ઈંગ્લિશ, હોલી વૉટર બીજું ઘણું બધુ છે, જે પેટ પકડી પકડીને હસાવે છે. એમાંય નરેશ કનોડિયાના એક સોંગ પાદરની આમલી હેઠેને ફિલ્મમાં બહુ જ મસ્ત રીતે યુઝ કરવામાં આવ્યું છે. આ આખા ચંકમાં થિયેટરમાં માત્ર હસવાનો અવાજ આવશે. ફિલ્મમાં લગાનની એક સિકવન્સનો પણ મજાની રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્યારેક લાગે કે, આ તો સ્પૂફ બનાવ્યું, પણ પછી મજા એટલી આવે કે બીજું બધું ભૂલી જવાય. માવા પ્રેમીઓને તો ફિલ્મમાં અવશ્ય મજા પડવાની છે. આ નીચે જે ગીતનો વીડિયો છે, એ ફિલ્મમાં આવે ત્યારે અમને બહુ મજા પડી.
સ્ટોરીની વાત નથી કરવી, નહીં તો સ્પોઈલર્સ થઈ જશે, પણ થોડીક હાઈલાઈટ જોઈ લઈએ તો બે મિત્રોની દોસ્તીનો ચંક બહુ સરસ છે. જો તમે ઓસ્ટ્રેલિયામાં હોવ અને તમારી આગળ તોફાની કાનુડો લખેલી કાર દોડતી હોય, તો તમને કેવું લાગે? થિયેટરમાં બધી જ પબ્લિક આના પર સિટીઓ મારતી હતી. પાછું વચ્ચે વચ્ચે રામસે બ્રધર્સની હોરર ફિલ્મોની યાદ પણ આવી જાય. ભૂરિયાઓ અંગ્રેજી બોલે તો સાલુ મજા આવે છે. ડિરેક્ટરને સલામ એ વાતની આપવી પડે કે, એક્ટર્સ બોલે ત્યારે તો મજા પડે જ છે, પરંતુ કેટલાક સીન એવા ગોઠવાયા છે, જેમાં વગર શબ્દે લોકો ખિખિયાટા કરતા હોય છે. બાકી તો એટલા બેક ટુ બેક સીન્સ છે, જેને જોઈને આંખમાંથી પાણી નીકળી જાય એટલું હસવું આવે છે. અહીં કહેવા જઈશું, તો આખી ફિલ્મ કહેવી પડશે.
હવે જો તમે ફિલ્મ જોઈ આવ્યા છો, તો અમને મેસેજ કરીને એ જરૂર કહેજો કે આ બાબા (નામ લખી શકાય એવું નથી!) શું જોઈ ગયા હતા કે એમની આંખો આવી થઈ ગઈ? અને જો નથી જોયું તો તમારા માટે એક ટિપ, એક કિસિંગ સીન છે, ફિલ્મમાં, જે બિલકુલ કોઈ હિસ્સાબે ચૂકવા જેવો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.