બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / DL એક્સપાયર થઈ ગયું છે? ઘરે બેઠા આ રીતે કરો રિન્યુઅલ, 1 વર્ષની બેદરકારી લાઈસન્સ કરી શકે છે રદ!
Last Updated: 05:11 PM, 9 May 2026
જો તમે વાહન ચલાવો છો, તો ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) તમારા માટે સૌથી મહત્વનો દસ્તાવેજ છે. ઘણીવાર લોકો લાઈસન્સ એક્સપાયર થયા પછી પણ તેને રિન્યુ કરાવવામાં આળસ કરે છે, પરંતુ આ બેદરકારી ભારે પડી શકે છે. મોટર વાહન નિયમો અનુસાર, વેલિડ લાઈસન્સ વગર ગાડી ચલાવવી એ ગુનો છે. જો તમારું લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય અને તમે લાંબા સમય સુધી તેને રિન્યુ ન કરાવો, તો તમારું લાઈસન્સ રદ પણ થઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સામાન્ય રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ શરૂઆતમાં 20 વર્ષ અથવા વ્યક્તિની 40 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી માન્ય ગણાય છે. ત્યારબાદ તેને દર 10 વર્ષે રિન્યુ કરાવવું પડે છે. જો તમારી ઉંમર 50 વર્ષ વટાવી ગઈ હોય, તો લાઈસન્સની માન્યતા ઘટીને માત્ર 5 વર્ષની થઈ જાય છે. જો લાઈસન્સ એક્સપાયર થઈ જાય, તો સરકાર 30 દિવસનો 'ગ્રેસ પીરિયડ' આપે છે, જેમાં કોઈ વધારાના દંડ વગર રિન્યુઅલ કરાવી શકાય છે. જો આ સમય વીતી જાય, તો વધારાની ફી ચૂકવવી પડે છે.

ADVERTISEMENT
સૌથી મહત્વનો નિયમ એ છે કે જો લાઈસન્સ એક્સપાયર થયાને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય, તો મુશ્કેલી વધી શકે છે. આવી સ્થિતિમાં તમારું લાઈસન્સ રદ થઈ શકે છે અને તમારે ફરીથી નવું લાઈસન્સ કઢાવવાની આખી પ્રક્રિયા (લર્નિંગથી લઈને પાકા લાઈસન્સ સુધી) ફરીથી કરવી પડી શકે છે. એટલું જ નહીં, તમારે ફરીથી ડ્રાઈવિંગ ટેસ્ટ પણ આપવો પડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''જ્યારે મારો પૂરો શો આવશે ત્યારે...'', રોહિત શર્મા કરવા જઇ રહ્યાં છે ટીવી ડેબ્યૂ
ADVERTISEMENT
રિન્યુઅલ માટે જૂનું ડ્રાઈવિંગ લાઈસન્સ, ઓળખ પત્ર (જેમ કે આધાર કાર્ડ), એડ્રેસ પ્રૂફ, પાસપોર્ટ સાઈઝ ફોટો અને ડિજિટલ સિગ્નેચરની જરૂર પડશે. જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ હોય, તો તમારે મેડિકલ સર્ટિફિકેટ (ફોર્મ 1-એ) પણ જમા કરાવવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT