બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Expert raise earthquake alert in uttarakhand after turkiye magnitude earthquake

ઍલર્ટ! / શું હવે ઉત્તરાખંડના પણ થશે તુર્કીયે જેવાં હાલ? વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી, કહ્યું 'GPS પોઇન્ટ...'

Dhruv

Last Updated: 03:30 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુર્કીયે-સિરીયામાં આવેલા ભૂકંપે હજારો લોકોના જીવ લઇ લીધા છે. અનેક લોકો બેઘર થઇ ગયા છે. ત્યારે હવે ઉત્તરાખંડને લઇને વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી છે.

  • ઉત્તરાખંડમાં પણ આવશે તુર્કીયે જેવો ભૂકંપ!
  • વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી
  • અમે પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ: ડૉ. એન. પૂર્ણચંદ્ર રાવ

તુર્કીયે-સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 47 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. હાલમાં અહીં રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. તદુપરાંત 14 દિવસ બાદ આજે ફરીવાર ભૂકંપથી તુર્કીયેની ધરા ધ્રુજી ઉઠી છે. જેમાં 3 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. એવામાં હવે ભારતમાં ઉત્તરાખંડમાં પણ તુર્કીયે જેવો ભૂકંપ આવી શકે છે તેવી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે.

ઉત્તરાખંડ પ્રદેશમાં સપાટીની નીચે ઘણું ઘર્ષણ ઊભું થઈ રહ્યું છે: ડૉ. એન. પૂર્ણચંદ્ર રાવ
ડૉ. એન. પૂર્ણચંદ્ર રાવે એક ખાનગી ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે, 'ઉત્તરાખંડ પ્રદેશમાં સપાટીની નીચે ઘણું ઘર્ષણ ઊભું થઈ રહ્યું છે અને આ ઘર્ષણને દૂર કરવા માટે ભૂકંપ આવે તેમાં કોઇ નવાઇ નહીં. જો કે, તેઓએ જણાવ્યું કે ભૂકંપની તારીખ કે સમયની ભવિષ્યવાણી કંઇ ચોક્કસપણે કહી ના શકાય.'

'GPS પોઈન્ટ પણ હચમચી રહ્યાં છે'
વધુમાં તેઓએ કહ્યું કે, "અમે ઉત્તરાખંડના કેન્દ્રમાં હિમાલયના ક્ષેત્રમાં લગભગ 80 ભૂકંપીય સ્ટેશનો પ્રસ્થાપિત કર્યા છે. અમે વાસ્તવિક સમયમાં પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ. અમારા ડેટા દર્શાવે છે કે આ ઘર્ષણ ઘણાં સમયથી થઈ રહ્યું છે. અમારી પાસે આ વિસ્તારમાં GPS નેટવર્ક છે. GPS પોઈન્ટ હલી રહ્યાં છે, જે સપાટીની નીચે થનારા ફેરફારો સૂચવે છે."

ઉત્તરાખંડમાં પણ આવી શકે છે ભારે ભૂકંપ
ડો. રાવે જણાવ્યું હતું કે પૃથ્વી પર શું થઈ રહ્યું છે તે નક્કી કરવા માટે વેરિયોમેટ્રિક GPS ડેટા પ્રોસેસિંગ એ એક વિશ્વસનીય પદ્ધતિમાંની એક પદ્ધતિ છે. રાવે ભારપૂર્વક કહ્યું, "અમે ચોક્કસ સમય અને તારીખની આગાહી કરી શકતા નથી, પરંતુ ઉત્તરાખંડમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે." તમને જણાવી દઇએ કે વેરિયોમીટર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં વિવિધતાને માપે છે.'

8 અને તેનાથી વધુની તીવ્રતાના ધરતીકંપને "મોટો ભૂકંપ" કહેવામાં આવે છે. ડો. રાવે જણાવ્યું કે તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ટેક્નિકલ રીતે તેને મોટો ધરતીકંપ કહી શકાય નહીં, પરંતુ તુર્કીમાં વિનાશ વધારે માત્રામાં હતો, જેમાં નબળી ગુણવત્તાવાળા બાંધકામનો પણ સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ