બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Expensive cars, Dubai flat what is truth behind Elvish Yadav luxurious lifestyle
એલ્વિશ યાદવ સાથે સંબંધિત સાપના ઝેરની દાણચોરીના કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે તેમની પાસે એલ્વિશ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા છે. હવે એલ્વિશના માતા-પિતાએ એક વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે એમનો પુત્રને નિર્દોષ છે અને આ દરમિયાન બંનેએ એલ્વિશની 'લક્ઝરી લાઈફસ્ટાઈલ' વિશે પણ વાત કરી હતી.
ADVERTISEMENT

થોડા દિવસો પહેલા ખબર પડી હતી કે તેમની પાસે કરોડોની સંપત્તિ છે જેમાં લક્ઝરી કાર અને દુબઈમાં ઘર પણ સામેલ છે. જોકે, તેના પિતાએ આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર જે પણ છે તે ખોટું છે. તેના માતા-પિતાએ નકારી કાઢ્યું કે તેઓ પાસે કોઈ જમીન કે ફ્લેટ છે. તેમાં દુબઈમાં 8 કરોડ રૂપિયામાં કથિત ઘર ખરીદવાનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
જાણીતું છે જે એલ્વિશે તેના વ્લોગમાં દુબઈના ઘર વિશે દર્શકોને જણાવ્યું હતું. આ સાથે જ એલ્વિશના વિડિયોમાં મર્સિડીઝ અને પોર્શે જેવી સ્પોર્ટ્સ કાર જોવા મળે છે અને આ વિશે પણ તેના માતાપિતાએ સ્પષ્ટતા કરી હતી કે તેની પાસે આવી કોઈ જ કાર નથી.
ADVERTISEMENT
એલ્વિશના પિતા રાજકુમારે એલ્વિશના બેંક ખાતામાં અચાનક પૈસા આવવા, લક્ઝરી લાઈફસ્ટાઈલ, મોંઘી કાર અને ગુડગાંવમાં પ્રોપર્ટી અંગે જણાવ્યું હતું. 'હું સરકારી શિક્ષક છું. અમારી પાસે માત્ર બે વાહનો છે. તે લોન પર છે. એક વેગનઆર અને ફોર્ચ્યુનર છે. મને જમીનના બદલામાં જ્યાં મારું ઘર બનાવવામાં આવી રહ્યું છે તે પ્લોટ મળ્યો છે. એલ્વિશના નામે કોઈ પ્લોટ નથી. અલ્વીશ પાસે સ્પોર્ટ્સ કાર પણ નથી. તે વીડિયો બનાવવા માટે તેના મિત્રો પાસેથી લક્ઝરી કાર ઉધાર લે છે અને વિડિયો બનાવ્યા બાદ તેમને પરત કરે છે. એલ્વિશ કપડાંનું કામ કરે છે અને બીજો આવકનો બાકીનો સ્ત્રોત YouTube છે.'
ADVERTISEMENT
જાણીતું છે કે એક રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું હતું. આ પાર્ટીમાં દરોડા દરમિયાન પોલીસને વિવિધ પ્રજાતિના 9 સાપ અને 20 મિલી સાપનું ઝેર મળી આવ્યું હતું. આ દરમિયાન પોલીસે સ્થળ પરથી પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી.
ADVERTISEMENT
17 માર્ચે, પોલીસે આ જ કેસમાં એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. જે બાદ તેને સૂરજપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેને 14 દિવસથી લક્સર જેલમાં રાખવામાં આવ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.