બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / elvish yadav father mother first reaction on his son 14 days judicial custody

મનોરંજન / "મારો દિકરો 1000 ટકા નિર્દોષ છે, તેને બસ..." એલ્વિશ યાદવની ધરપકડ પર પહેલી વખત સામે આવી માતા-પિતાની પ્રતિક્રિયા

Arohi

Last Updated: 03:13 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elvish Yadav Judicial Custody: બિગ બોસ ઓટીટી વિનર અને યુટ્યુબર એલ્વિશ યાદવ હાલ રેલ પાર્ટીમાં સાંપોનું ઝેર સપ્લાય કરવાના આરોપમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

બિગ બોસ ઓટીટી વિનર અને યુટ્યુબર એલ્વિશ યાદવ હાલ રેલ પાર્ટીમાં સાંપોનું ઝેર સપ્લાય કરવાના આરોપમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એલ્વિશ યાદવની ધરપકડ પર પહેલી વખતે તેમના પિતા અવતાર યાદવ અને તેમના માતા સુષમા યાદવે નિવેદન આપ્યું છે. 

અવતાર યાદવ અને સુષમા યાદવે દાવો કર્યો છે કે તેમનો દિકરો એલ્વિશ યાદવ સંપૂર્ણ રીતે નિર્દોષ છે. એલ્વિશના પિતાએ કહ્યું કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે. અવતાર યાદવે એવો પણ દાવો કરતા રહ્યું છે કે, " મારો દિકરો એલ્વિશ યાદવ 1000 ટકા નિર્દોષ છે. તે બિલકુલ ખોટો નથી. હું પોતાના દિકરાના માટે ચાર રસ્તા પર ગળુ કપાવી શકુ છું."

અવતાર યાદવ અને સુષમા યાદવે જણાવ્યું કે, "અમે એલ્વિશને જેલમાં મળ્યા હતા અને તેની હાલત ઠીક છે. પરંતુ દેશના લોકોના આશીર્વાદની તેને જરૂર છે. જોઈએ કે તેને ક્યાં સુધી જામીન મળે છે. અમે ત્રણ દિવસથી કંઈ નથી ખાધુ. અમારી હાલત દિકરા વગર ખરાબ છે."

અવતાર યાદવે કહ્યું, "નોએડા પોલીસે નોટિસ આપીને નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા. પરંતુ એલ્વિશની ધરપકડ કરી લીધી. હું વારંવાર કહી રહ્યો છું કે અમારો દિકરો નિર્દોષ છે. સાંપની સાથે જે તેનો ફોટો મીડિયામાં બતાવવામાં આવી રહ્યો છે તે એક મ્યૂઝિક વીડિયોના શૂટિંગનો છે. તે પણ બિગ બોસમાં જવાના 6-7 મહિના પહેલા."

વધુ વાંચો: શું છે NDPS એક્ટ? જે એલ્વિશ યાદવ માટે બન્યો મુશ્કેલીજનક, જાણો શું કહે છે કાયદો અને તેની જોગવાઇ

મને મારા સંસ્કાર પર ગર્વ 
એલ્વિશના પિતાએ કહ્યું, "મને પોતાના બાળકના ઉછેર પર ગર્વ છે. મને તેના પર એટલો ગર્વ છે કે હું દરેક જન્મમાં તેનો પિતા બનવા માંગુ છું. મારા દિકરાએ કંઈ નથી કર્યું તે આવું ખોટુ કામ કરી જ ન શકે. તેની સંગત પણ ખરાબ નથી."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Elvish Yadav Judicial custody એલ્વિશ યાદવ Elvish Yadav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ