બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Excessive use of mobile phones causes serious damage to health

જોખમ / આટલા મિનિટ કરતાં વધુ સમય માટે મોબાઇલનો ઉપયોગ હાઇ બ્લડ પ્રેશરનો ખતરો નોતરશે, સ્વાસ્થ્યને લઈ 'અપડેટ' થઈ જજો

Kishor

Last Updated: 08:38 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલાકો સુધી મોબાઇલ ફોનનો યુઝ કરવાથી તમારા આરોગ્યને ગંભીર નુકસાન થઇ શકે છે. એવા ઘણા રિપોર્ટ્સ સામે આવ્યા છે,

  • વધુ સમય મોબાઇલ જોવાનું પડી શકે છે ભારે
  • વધુ સમય મોબાઇલના ઉપયોગથી હાઇ બ્લડ પ્રેશરનો ખતરો 
  • હેલ્થ માટે ખતરનાક માનવામાં આવે છે મોબાઇલને

આધુનિક સમયમાં મોબાઇલનો બેહિસાબ ઉપયોગ થઇ રહ્યો છે. મોબાઇલ તો લોકોની ડેઇલી લાઇફ માટે ખૂબ જ જરૂરી બની ગયો છે. કોઇ વ્યક્તિ સાથે વાતચીત કરવી હોય, સતત કોઇના સંપર્કમાં રહેવું હોય, ઓફિસના મેઇલ ચેક કરવા હોય, જમવાનું મંગાવવું હોય કે પછી ખાવા મંગાવવું હોય અથવા કંઇક ઓર્ડર કરવું હોય. મોબાઇલ વગર આ કોઇ કામ થઇ શકતા નથી. મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને તમે ટેકનોલોજી સાથે અપડેટ તો રહી શકો છો, પરંતુ તમે તે જાણતા નહીં હો કે આ વસ્તુની ખરાબ ઇફેક્ટ તમારા સ્વાસ્થ્ય પર પડે છે.

ફોન મચેડવાની પડી ગઈ છે ટેવ? વારંવાર નોટિફિકેશન ચેક કરવાની છે આદત, તો આ  ટિપ્સ કરો ફોલોવ, ફોન પડખે જ મૂકી દેશો | Mobile obsession can be avoided by  following tips to


કલાકો સુધી મોબાઇલ ફોનનો યુઝ કરવાથી તમારા આરોગ્યને ગંભીર નુકસાન થઇ શકે છે. એવા ઘણા રિપોર્ટ્સ સામે આવ્યા છે, જેમાં મોબાઇલને તમારી ઓવરઓલ હેલ્થ માટે ખતરનાક માનવામાં આવે છે. મોડી રાત સુધી મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, ક્યારે તે તમને તેની ચપેટમાં લઇ લેશે તમને ખ્યાલ પણ નહીં આવે.મોબાઇલ ફોનનો સતત ઉપયોગ કરવાથી આંખ સંબંધિત પરેશાનીઓ થઇ શકે છે. ડોક્ટર્સ કહે છે કે જે વ્યક્તિ સતત ૩૦ મિનિટ કરતાં વધુ સમય માટે મોબાઇલનો ઉપયોગ કરે છે તેને હાઇ બ્લડ પ્રેશરનો ખતરો રહે છે. ડોક્ટર્સનું પણ કહેવું છે કે મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિએશન્સ હાઇ બ્લડ પ્રેશરનું સૌથી મોટું કારણ છે.

VTV Gujarati News and Beyond on Twitter: "સ્માર્ટફોનના ચાર્જરનો વાયર નાનુ  કેમ હોય છે? જાણો તેની પાછળના 5 કારણ https://t.co/o4FVG5vZ7B #smartphone  #chargerwiresshort #technews #vtvgujarati" / Twitter


શહેરના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ડોક્ટર્સનું કહેવું છે કે શહેરના લોકોની જિંદગીમાં મોબાઇલ ફોન તેમની સૌથી મોટી જરૂરિયાતોમાં સામેલ થઇ ચુક્યો છે. લોકોને એ વિશે ખ્યાલ હોવો જરૂરી છે કે આ કારણે તેમની હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે. સતત મોબાઇલ જોવાના કારણે આંખ પર પ્રેશર આવે છે. ક્યારેક આપણને તેનો અહેસાસ હોતો નથી. આજ કારણે લોકોની દૃષ્ટિ નબળી પડી રહી છે. આપણી આંખ શરીરનું સૌથી કમજોર અને કિંમતી અંગ કહેવાય છે. આ કારણે વ્યક્તિને નાની ઉંમરે ચશ્માં પણ આવી જાય છે.

કાંડા કે હાથની આંગળીમાં દુઃખાવો
કોઇ પણ વસ્તુનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ હંમેશાં નુકસાનકારક સાબિત થાય છે. જ્યારે વાત મોબાઇલની આવે છે તો સતત મોબાઇલ વાપરવાના કારણે તમારા હાથના કાંડા સુન્ન પડી જાય છે. તમારે ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. કાંડામાં ઝણઝણાટ થાય છે અને આગળ જતા કાર્પલ ટનલ સિન્ડ્રોમનું કારણ પણ બની શકે છે.

સ્લીપિંગ પેટર્ન ડિસ્ટર્બ થાય છે
ઊંઘ આપણી જીવનશૈલીનો મહત્ત્વનો ભાગ છે. સારી ઊંઘ સ્વસ્થ્ય જીવન માટે જરૂરી માનવામાં આવે છે. મોડી રાત સુધી મોબાઇલનો ઉપયોગ કરવાથી તમારી સ્લિપિંગ પેટર્ન ડિસ્ટર્બ થાય છે. તમને આંખો નીચે કાળાં કુંડાળાં પડવાની શરૂઆત થાય છે. તમે સવારે ઊઠીને ફ્રેશ ફિલ કરતા નથી. ક્યારેક મોબાઇલ ઊંઘ ન આવવાનું કારણ પણ બની શકે છે.

વધી શકે છે સ્ટ્રેસ
મોડી રાત સુધી મોબાઇલ જોવાના લીધે વ્યક્તિનું મેલાટોનિન નામનું હોર્મોન લેવલ ઘટી જાય છે. આ કારણે સ્ટ્રેસ લેવલમાં વધારો થવા લાગે છે. ઇન્ટરનેટ પર ઘણા કલાકો સુધી કંઇક વાંચવું કે જોવું તે પણ આગળ જતા ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ