ક્રિકેટ / IND vs ENG : ચોથી ટેસ્ટના પ્રથમ દિવસની જાણો 5 મહત્વની વાતો : ઝઘડો, આક્રોશ અને પર્ફોર્મન્સ બધુ જ થયું

everything was happened in fourth test match against england

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટેસ્ટનો પહેલો દિવસ ટીમ ઈન્ડિયાનાં બોલરોનાં નામે રહ્યો. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની કમાલ જોડીએ અંગ્રેજ બેટ્સમેનોને એકવાર ફરીથી ઘૂંટણીએ કરી દીધા હતા. ઈંગ્લેન્ડની ટીમ પહેલા દિવસે 205 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષરે ચાર વિકેટ અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતે એક વિકેટ ગુમાવીને 24 રન બનાવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ