ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પહેલાં ભાવનાએ આફ્રિકા ખંડના સૌથી ઊંચા શિખર કિલિમન્જારો પર પહોંચીને દિવાળી મનાવી હતી. ભાવનાએ જણાવ્યું, ''હું બહુ જ ભાગ્યશાળી છું અને ખુદ પર ગર્વ અનુભવી રહી છું કે મેં ભારતના બે સૌથી મોટા તહેવાર પર્વતોના શિખર પર મનાવ્યા.
ADVERTISEMENT
આ પહેલાં 27 નવેમ્બર, 2019ના રોજ આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત કિલિમન્જારો પર દિવાળી મનાવી હતી. આ વખતે પણ મેં હોળીનો તહેવાર ઓસ્ટ્રેલિયાના માઉન્ટ કોસિયુસ્કો પર મનાવ્યો છે. હું એવું કહી શકું કે આ તહેવાર બહુ જ યાદગાર રહ્યા.''
.jpg)
ADVERTISEMENT
ભાવના ગત 6 માર્ચે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી અને તેણે માઉન્ટ કોસિયુસ્કોનું ચઢાણ શરૂ કર્યું હતું. ભાવનાએ હોળીના દિવસે (10 માર્ચે) શિખર સર કર્યું. ત્યાર બાદ તે ભારતીય રાજદૂતને પણ મળી હતી. તાજેતરમાં જ ભાવના ભોપાલ પાછી ફરી છે.

ADVERTISEMENT
માઉન્ટ એવરેસ્ટ સર કરનારી ભાવના મધ્ય પ્રદેશની પ્રથમ મહિલા છે. આ સિદ્ધિ તેણે 22 મે, 2019ના રોજ હાંસલ કરી હતી. ભાવનાએ 31 ડિસેમ્બરે દક્ષિણ અમેરિકાના માઉન્ટ અકોન્કાગુઆના ચઢાણમાં ભાગ લીધો હતો, જોકે ખરાબ હવામાનના કારણે 6500 મીટરની ઊંચાઈએથી તેણે પાછા ફરવું પડ્યું હતું. આ ચઢાણ તે આગામી વર્ષે પૂરું કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો