બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Evacuation of 50 thousand people, CM Bhupendra Patel held a meeting, NDRF-SDRF ready: Know what time the cyclone will hit Gujarat
Vishal Khamar
Last Updated: 04:35 PM, 14 June 2023
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારાનાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તેમજ લોકોને સુરક્ષીત જગ્યાએ તેઓને ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની રહેવાની, જમવાની સુવિધા કરવામાં આવી છે. તેમજ બિપોરજોય વાવાઝોડાને લઈને રાહત કમિશ્નર દ્વારા નિવેદન આપ્યું છે કે, વાવાઝોડાને લઈ મુખ્યંત્રીએ સમીક્ષા બેઠક કરી હતી. તેમજ હાલ વાવાઝોડું કચ્છથી 290 કિમી દૂર છે.
વીજ પુરવઠા માટે 200 ટીમો અલર્ટ
ADVERTISEMENT
15 જૂનનાં સાંજે 5 વાગ્યે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે. ત્યારે વાવાઝોડાનાં કારણે માંડવી અને દ્વારકામાં ભારે વરસાદ થશે. 55 હજાર લોકોનું સ્થળાંતર કરવાની જરૂર હતી. ત્યારે અત્યાર સુધીમાં 50 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ આજે સાંજ સુધીમાં બાકીનાં તમામ લોકોનું સ્થળાંતર કરાશે. વાવાઝોડાને પગલે કેટલાક ગામોમાં વીજળી કપાઈ હતી. જ્યાં વીજળી કપાઈ હતી ત્યાં તમામ ગામમાં તાત્કાલિક ટીમ મોકલવામાં આવી છે. વીજ પુરવઠા માટે 200 ટીમો અલર્ટ રખાઈ છે. અત્યારે દ્વારકામાં સબ સ્ટેશન ડેમેજ થયું છે. વાવાઝોડું જે જીલ્લામાં અસર કરશે ત્યાં NDRF-SDRF ની ટીમો પહોચી ગઈ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી તેમજ આયોજનની વિગતો… pic.twitter.com/jUbmF7jiCz
— CMO Gujarat (@CMOGuj) June 14, 2023
નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
આ બાબતે રાહત કમિશ્નનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી દ્વારા ઈમરજન્સી સેન્ટરમાં આવીને તમામ ડિપાર્ટમેન્ટ તેમજ જીલ્લા કલેક્ટરો સાથે વાત કરી હતી. 15 તારીખે સાંજે કચ્છમાં વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે. ત્યારે પવનની ગતિ 100 કિમી થી લઈને 140 કિમી રહેવાની સંભાવનાં છે. અત્યારે તમામ ડિપાર્ટમેન્ટ પોત પોતાની રીતે ટીમો બનાવીને જ્યાં નુકશાન થવાની શક્યતા છે. હાલ અમુક જીલ્લાઓમાં વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. વાવાઝોડાને પગલે 55 હજાર લોકોને સ્થળાંતર કરાવવામાં આવશે. જે લોકોનું સ્થળાંતર કરાવવામાં આવશે તેમાં વૃદ્ધો, સગર્ભા બહેનોનો સમાવેશ થાય છે. હાલ સુધી 46 હજાર લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. કચ્છમાં 21 હજાર લોકોનુ સ્થળાંતર કરાવવાનું હતું. જેની સામે 18 હજાર લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.