Team VTV06:29 PM, 25 Dec 17
| Updated: 05:38 PM, 30 Mar 19
હવે તમારા જૂના ગેજેટ્સ જેવા કે મોબાઇલલેપટૉપ અને હાર્ડ ડિસ્કને વેચ્યા પહેલા તમારે સુનિશ્ચિત કરી લેવું જોઇએ કે તમે સુરક્ષિત રીતે તમારો તમામ ડેટા માત્ર ફોર્મેટ જ નહી પરંતુ તેને ડિલીટ કરી દો. એવું કરવાથી તમે કોઇ સારા સૉફ્ટવેર ડેટા ઇરેઝરનો ઉપયોગ કરી શકો છોજેથી તમારો સેન્સિટિવ ડેટા કોઇ અજાણ્યાહેકર અથવા તો સાઇબરથી ક્રાઇમથી જાણકારના હાથે ન લાગી જાય.
એક સ્ટડી અનુસાર ''સેકન્ડ હેન્ડ માર્કેટમાં મળતી લગભગ તમામ હાર્ડ ડિસ્કમાં મોટી માત્રામાં તેના જૂના માલિકનો પ્રાઇવેટ ડેટા હોય છે. સ્ટેલર ડેટા રિકવરી દ્વારા કરવામાં આવેલી સ્ટડીમાં જણાવ્યુ છે કેભારતમાં મોટાભાગના ગ્રાહક આ માટે જાગરૂકત નથી કે તેમના જૂના ડ્રાઇવ અને મોબાઇલમાં જૂનો ડેટા રિકવર કરી શકાય છે. ડેટા પ્રાઇવેસી સુનિશ્તિ કરવા માટે ફોર્મેટિંગની સાથે-સાથે ડિલીટ કરવું પણ જરૂરી છે.''
આ સ્ટડીમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ''મોટેભાગે ભારતીય ડેટા સેનિટેશનની રીતો વિશે જાણકાર નથી હોતા. આ સ્ટડી કરનાર માટે કોઇ મેજર ઑનલાઇન પ્લેટફોર્મથી કેટલીક જૂની હાર્ડ ડિસ્ક ડ્રાઇવ ખરીદી હોય. આ તમામ ડ્રાઇવ ઘણી સંવેદનશીલ અને હાઇ-રિસ્ક ડેટા રિકવર કરવામાં આવ્યો હોય. રિસર્ચર્સ અનુસારઆ સ્ટડી માટે ખરીદી ગયેલી મોટાભાગની ડ્રાઇવની ફોર્મેટ કરવામાં આવી છે અને સાચ્ચી રીતે ડેટા ઇરેઝ નથી કરવામાં આવ્યો.''
જ્યારે આ ડ્રાઇવમા ઑનલાઇન મળતા ડેટા રિકવરી સોફ્ટવેર 'ડૂ ઇટ યોરસ્લેફ'ને રન કરવામાં આવી તો મોટી માત્રામાં ડેટા રિકવર કર્યો હોય. એક એવી જ હાર્ડ ડ્રાઇવમાં ઑટોમેટિવ શોરૂમની જૂની બિઝનેસ ડિટેલ્સ મળી જેમાં દર મહિનાની સેલસેલ્સ રેકોર્ડપ્રાઇસ લિસ્ટ અને નામએડ્રેસ અને કૉન્ટેક્ટ નંબર સહિત કસ્ટમર ઇન્ફર્મેશન શામેલ હતી.