બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તહેવારોમાં રોગચાળાએ માથું ઉચક્યું, ગુજરાતના આ શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાએ ભરડો લીધો
Last Updated: 03:02 PM, 6 November 2024
અમદાવાદમાં તહેવારોમાં રોગચાળાની સ્થિતિમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 7480 ઓપીડી નોંધાવા પામી છે. તેમજ ડેન્ગ્યુનાં 10, મેલેરિયાનાં 12, ચિકનગુનિયાનાં 4 કેસ નોંધાયા છે. તેમજ વાઈરલ ઈન્ફેક્શનનાં 1600 કેસ નોંધાયા છે. કુલ 395 દર્દીઓ દાખલ છે. જેમાંથી 29 બાળકો છે. તેમજ અકસ્માતથી ઈજાગ્રસ્ત થયેલા 94 કેસ નોંધાયા છે.
ADVERTISEMENT

સોલા સિવિલમાં ક્યાં રોગનાં કેટલા દર્દીઓ નોંધાવા પામ્યા
ADVERTISEMENT
આ બાબતે સોલા સિવિલનાં આરએમઓ ડો. કિરણ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તહેવાર દરમ્યાન લગભગ 7480 જેટલી ઓપીડી નોંધાવા પામી છે. જેમાં 576 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમજ ડેન્ગ્યુનાં 117 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી 10 દર્દીઓનાં રિપોર્ટ પોઝીટીવ હતા.

ADVERTISEMENT
વધુ વાંચોઃ પાક નુકસાનીમાં ખેડૂતોને અપાયું વળતર, જાણો અંદાજિત કેટલા કરોડની સહાય ચૂકવાઇ
તેમજ મેલેરિયાનાં 95 દર્દીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 12 દર્દીનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે ચીકનગુનિયાનાં 20 દર્દીનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 4 દર્દીનાં રિપોર્ટ પોઝીટીવ હતા. તેમજ સ્વાઈન ફ્લુનો કોઈ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો નથી. આ રીતે ગયા અઠવાડિયે જુદા જુદા રોગનાં દર્દીઓ હોસ્પિટલમાં નોંધાવા પામ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.