ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે UPIથી તમે ઉપાડી શકશો PFના રૂપિયા, જાણો ક્યારથી શરૂ થશે આ સુવિધા?
5 ફોટો ગેલેરી
Last Updated: 11:37 AM, 24 November 2026
1/5
2/5
EPFO તેના સભ્યો માટે સતત નવી પહેલ કરી રહ્યું છે, અને હવે પ્રોવિડન્ટ ફંડ (PF) ના નાણાં UPI દ્વારા ઉપાડવાની સુવિધા શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, પ્રોવિડન્ટ ફંડ (PF) ધારકો માટે 'UPI PF વિડ્રોઅલ' સુવિધા આવતા મહિને એટલે કે ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ શકે છે, જ્યારે ફેબ્રુઆરીમાં તેનું સંપૂર્ણ અમલીકરણ થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
3/5
4/5
EPFO દ્વારા પ્રસ્તાવિત અપગ્રેડથી સભ્યો માટે તેમની પ્રોવિડન્ટ ફંડની બચત મેળવવી વધુ સરળ બનશે. આ ઉપરાંત, તેનાથી પેપરવર્ક ઘટશે અને ક્લેમ પ્રોસેસિંગનો સમય પણ ઝડપી બનશે. 'EPFO 3.0' હેઠળ, PF ફંડને UPI દ્વારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે, જેનાથી ATM દ્વારા તરત જ પૈસા ઉપાડી શકાશે. EPFO 3.0 એક નવું IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર રજૂ કરશે અને તેમાં 'કોર બેંકિંગ સોલ્યુશન' (CBS) નો સમાવેશ કરવામાં આવશે, જેનાથી સભ્યો એક જ પ્લેટફોર્મ દ્વારા વિવિધ સેવાઓનું સંચાલન કરી શકશે. તેને આગામી 50 વર્ષોમાં અંદાજે 200 કરોડ સભ્યોના ડેટાને સંભાળી શકે તે રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાલમાં, આ રિટાયરમેન્ટ ફંડ બોડીના 36 કરોડ થી વધુ એક્ટિવ મેમ્બર્સ છે.
ADVERTISEMENT
5/5
EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ ઓક્ટોબર 2023માં 'EPFO 3.0' માળખાને મંજૂરી આપી હતી અને એક વર્ષની અંદર તેને લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. તાજેતરમાં UPI દ્વારા PF ઉપાડવાની સુવિધા અંગે વારંવાર અપડેટ્સ સામે આવ્યા છે. વિવિધ અહેવાલો અનુસાર, આ 'PF UPI સેવા' દ્વારા પાત્ર સભ્યો તેમના ખાતામાં જમા થયેલી રકમના 75% સુધીની રકમ ઉપાડી શકશે. નોંધનીય છે કે, તાજેતરમાં PF માંથી 90% રકમ ઉપાડવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Gold Silver Price / સોના-ચાંદીની કિંમતમાં ફરીથી ઉછાળો, ગોલ્ડ ₹1.26 લાખને પાર, તો સિલ્વર...!
ટોપ સ્ટોરીઝ