ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આયુષ્માન કાર્ડ, છતાંય સરકારી હોસ્પિ.માં ઓપરેશનના નામે માંગ્યા ₹10,000? તો હવે શું કરવું?

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / આયુષ્માન કાર્ડ, છતાંય સરકારી હોસ્પિ.માં ઓપરેશનના નામે માંગ્યા ₹10,000? તો હવે શું કરવું?

Last Updated: 11:31 AM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આયુષ્માન કાર્ડ હોવા છતાં જો સરકારી હોસ્પિટલમાં ઓપરેશનના નામે તમારી પાસે પૈસા માંગવામાં આવે તો સાવધાન થઈ જજો. ઉત્તર પ્રદેશના બાંદાની જિલ્લા હોસ્પિટલમાં નર્સે ઓપરેશન માટે દર્દી પાસે ₹10,000 માંગ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

1/7

photoStories-logo

1. તમારી સાથે આવું થાય તો શું કરશો?

સરકાર ગરીબ પરિવારોને મફત સારવાર મળે તે માટે આયુષ્માન ભારત યોજના ચલાવે છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારને દર વર્ષે ₹5 લાખ સુધીની કેશલેસ સારવાર મળે છે. સરકારી જ નહીં, ખાનગી હોસ્પિટલોમાં પણ આ કાર્ડથી સારવાર કરાવી શકાય છે. તેમ છતાં બાંદાની જિલ્લા હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દી પાસેથી ઓપરેશનના નામે પૈસા માંગવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. જો તમારી સાથે પણ આવું થાય તો ગભરાવાની જરૂર નથી, તમે ટોલ ફ્રી નંબરથી લઈને ઓનલાઈન માધ્યમ સુધી ફરિયાદ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બાંદાની જિલ્લા હોસ્પિટલમાં ઓપરેશન માટે ₹10,000 માંગ્યાનો આરોપ

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાની સરકારી હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડોક્ટરની કેબિનમાં બેઠેલી એક નર્સે દર્દી પાસે ઓપરેશન કરાવવા માટે ₹10,000 માંગ્યા હોવાનો આરોપ છે. દર્દીએ પોતાની પાસે આયુષ્માન કાર્ડ હોવાની વાત કરી ત્યારે કથિત રીતે પૈસાની માંગ ઘટાડીને ₹5,000 કરી દેવામાં આવી હતી.આ ઘટનાને કારણે સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને મળતી મફત સારવારની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. આરોપ છે કે આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી ઓપરેશનના નામે પૈસા માંગવામાં આવે છે. જોકે, વાયરલ વીડિયો અને તેમાં થયેલી વાતચીતના આધારે લાગેલા આરોપોની સત્તાવાર તપાસ તથા પુષ્ટિ થવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મેડિકલ કોલેજમાં પણ પૈસા માંગ્યાની ફરિયાદ

બાંદાની જિલ્લા હોસ્પિટલ ઉપરાંત મેડિકલ કોલેજમાં પણ આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પૈસા માંગવામાં આવતા હોવાના આરોપો સામે આવ્યા છે. અગાઉ એક સામાજિક કાર્યકરે પોતાની માતાની સારવાર દરમિયાન લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે તપાસના આદેશ આપ્યા હતા.હવે જિલ્લા હોસ્પિટલનો વીડિયો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. સરકાર ગરીબ પરિવારોને મફત સારવાર આપવા માટે કરોડો રૂપિયાની યોજના ચલાવે છે, પરંતુ જો હોસ્પિટલમાં જ દર્દીઓ પાસેથી પૈસા માંગવામાં આવે તો યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. આયુષ્માન કાર્ડમાં દર વર્ષે ₹5 લાખની મફત સારવાર

આયુષ્માન ભારત યોજના હેઠળ પાત્ર પરિવારને દર વર્ષે ₹5 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા મળે છે. આ રકમ પરિવારના તમામ સભ્યો માટે હોય છે. એટલે કે પરિવારના એક સભ્યની સારવારમાં આખી રકમ ખર્ચાઈ જાય એવું નથી, પરંતુ પરિવારના સભ્યો મળીને આ મર્યાદાનો ઉપયોગ કરી શકે છે.આ યોજનામાં હોસ્પિટલમાં દાખલ થઈને કરાવવાની અનેક પ્રકારની સારવાર અને ઓપરેશનનો ખર્ચ આવરી લેવામાં આવે છે. જોકે, દરેક પ્રકારની સારવારનો ખર્ચ આ યોજનામાં સામેલ નથી. સામાન્ય OPD એટલે કે માત્ર ડોક્ટરને બતાવવા જવું, સામાન્ય તપાસ કરાવવી કે હોસ્પિટલમાં દાખલ થયા વગર દવા લેવાનો ખર્ચ સામાન્ય રીતે કવર થતો નથી. કેટલીક ડે-કેર પ્રક્રિયાઓનો પણ યોજનામાં સમાવેશ થાય છે, જેમાં 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું જરૂરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. આયુષ્માન કાર્ડ હોવા છતાં પૈસા માંગે તો ક્યાં ફરિયાદ કરવી?

જો કોઈ સરકારી કે ખાનગી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ હેઠળ આવતી સારવાર માટે તમારી પાસે પૈસા માંગે અથવા સારવાર આપવાનો ઇનકાર કરે તો તમે ફરિયાદ કરી શકો છો. આ માટે સરકારે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 14555 જાહેર કર્યો છે.આ નંબર પર ફોન કરીને હોસ્પિટલ દ્વારા પૈસા માંગવા, સારવાર ન આપવી અથવા યોજનાના નિયમોનું પાલન ન કરવા અંગે ફરિયાદ કરી શકાય છે. ફરિયાદ કરતી વખતે હોસ્પિટલનું નામ, દર્દીની વિગતો, સારવારની માહિતી અને પૈસા માંગવામાં આવ્યા હોય તો તેની વિગતો આપવી ઉપયોગી રહેશે.આ ઉપરાંત આયુષ્માન ભારતના સત્તાવાર પોર્ટલ પર પણ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે. પોર્ટલ પર 'Register Your Grievance' વિકલ્પ દ્વારા ફરિયાદ કરી શકાય છે. ફરિયાદ નોંધાવ્યા બાદ એક યુનિક ફરિયાદ નંબર આપવામાં આવે છે. આ નંબરની મદદથી ફરિયાદ પર શું કાર્યવાહી થઈ તેની માહિતી મેળવી શકાય છે.દર્દીઓ પોતાના જિલ્લાના આયુષ્માન ભારતના જિલ્લા ફરિયાદ નોડલ અધિકારીનો પણ સંપર્ક કરી શકે છે. જો હોસ્પિટલમાં કોઈ કર્મચારી પૈસા માંગે તો શક્ય હોય ત્યાં સુધી તેની રસીદ, મેસેજ અથવા અન્ય પુરાવા સાચવી રાખવા જોઈએ. ફરિયાદ કરતી વખતે આ પુરાવા કામ લાગી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આયુષ્માન કાર્ડથી મફત સારવાર મેળવવાની પ્રક્રિયા શું છે?

આયુષ્માન કાર્ડથી સારવાર કરાવવા માટે સૌથી પહેલાં યોજનામાં જોડાયેલી એટલે કે રજિસ્ટર્ડ હોસ્પિટલમાં જવું જરૂરી છે. હોસ્પિટલમાં આયુષ્માન સહાયતા કેન્દ્ર અથવા આયુષ્માન મિત્રનો સંપર્ક કરવો.ત્યાં તમારું આયુષ્માન કાર્ડ અને ઓળખપત્ર બતાવવાનું રહેશે. ત્યારબાદ હોસ્પિટલના કર્મચારીઓ તમારી બીમારી અને જરૂરી સારવાર પ્રમાણે યોજનામાં ઉપલબ્ધ પેકેજની તપાસ કરશે. સારવાર માટે જરૂરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે.મંજૂરી મળ્યા બાદ યોજનામાં આવરી લેવામાં આવતી સારવાર કેશલેસ રીતે આપવામાં આવે છે. એટલે કે દર્દીએ પેકેજ હેઠળ આવતી સારવાર માટે હોસ્પિટલમાં પોતાની પાસેથી પૈસા ચૂકવવાના હોતા નથી. સારવાર શરૂ કરતાં પહેલાં કઈ સુવિધા યોજનામાં કવર થાય છે તેની માહિતી જરૂર મેળવી લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. દેશની કોઈ પણ રજિસ્ટર્ડ હોસ્પિટલમાં સારવાર અને જૂની બીમારી પણ કવર

આયુષ્માન ભારત યોજનાની એક ખાસ સુવિધા એ છે કે લાભાર્થી પોતાના રાજ્યની બહાર પણ સારવાર કરાવી શકે છે. એટલે કે ગુજરાતનો દર્દી દિલ્હી, મધ્યપ્રદેશ કે અન્ય રાજ્યની યોજનામાં જોડાયેલી હોસ્પિટલમાં પણ કાર્ડ દ્વારા કેશલેસ સારવાર મેળવી શકે છે. આ માટે હોસ્પિટલ યોજનામાં રજિસ્ટર્ડ હોવી જરૂરી છે.આ ઉપરાંત અગાઉથી રહેલી બીમારીઓની સારવાર પણ યોજનાના નિયમો મુજબ કવર થાય છે. સામાન્ય રીતે ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સમાં પહેલેથી રહેલી બીમારીઓ માટે રાહ જોવાનો સમય હોય છે, પરંતુ આયુષ્માન યોજનામાં પહેલેથી રહેલી બીમારીઓને પણ શરૂઆતથી કવરેજ મળે છે. ગંભીર બીમારીઓની સારવાર પણ નક્કી કરેલા પેકેજ અને નિયમો મુજબ કરાવી શકાય છે.આથી આયુષ્માન કાર્ડ ધરાવતા લોકોએ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે કાર્ડ હેઠળ આવતી સારવાર માટે હોસ્પિટલ પૈસા માંગે તો ચૂપચાપ પૈસા આપી દેવાને બદલે પહેલાં યોજનાના નિયમો તપાસો અને જરૂર પડે તો 14555 પર ફરિયાદ નોંધાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ayushman Card Ayushman Bharat Scheme HospitalNews
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ