બ્રેકિંગ ન્યુઝ
EPFOએ પોતાના કરોડો સદસ્યો માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેના હેઠળ જો કોઈ EPFO સદસ્ય નોકરી બદલે છે તો તેની PFની રકમ નવી કંપની કે નિયોક્તાની પાસે ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે. સદસ્યને તેના માટે અરજીની જરૂર નહીં પડે. નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT

જણાવવામાં આવી રહ્યું છે કે નવી સુવિધા શરૂ થયા બાદ કર્મચારીઓને જુનીથી નવી કંપનીમાં PF રકમ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ-31 નહીં ભરવું પડે. પહેલા નોકરી બદલતી વખતે PF ખાતાધારકોને યુનિવર્સલ એકાઉન્ટ નંબર હોવા છતાં તેના માટે અરજી સંબંધી ઔપચારિકતાઓ કરવી પડતી હતી.
ADVERTISEMENT
આ રીતે ખાસ કરીને ફોર્મ-31 ભરીને જમા કરવાનું હોતુ હતું. તેના બાદ રકમ થોડા દિવસોમાં નવી કંપનીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી. નવી વ્યવસ્થામાં ઘણી ઔપચારિકતાઓ પુરી કરવાથી મુક્તિ મળી જશે.
કોઈ ગડબડ થવાની શક્તા નહીં
મહત્વનું છે કે જ્યારે કોઈ કર્મચારી નોકરી બદલે છે તો તેમના યુએએનમાં નવી કંપની કે નિયોક્તા જોડાઈ જાય છે. તેને EPFOની વેબસાઈટ પર જઈને ઓનલાઈન જુના PF ખાતાને નવા ખાતા સાથે લિંક કરવાના હોય છે.
ADVERTISEMENT
.jpg)
આ પ્રક્રિયામાં EPFO સદસ્યોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ગડબડ થવાની આશંકા બની રહેતી હતી. તેના ઉપરાંત જુના અને નવા નિયોત્કતાને પણ તેની ફોર્માલીટી પુરી કરવી પડતી હતી. હવે સદસ્યની કોઈ ભુમિકા આ પ્રક્રિયામાં નહીં હોય.
ADVERTISEMENT
UAN આ કારણે છે જરૂરી
યુનિવર્સલ એકાઉન્ટ નંબર PF ખાતાધારક માટે કેન્દ્રીયકૃત મંચ પર કામ કરે છે. આ એક સદસ્યને ઘણા પીએફ ખાતાને એક સાથે જોડવાની સુવિધા આપે છે. તેના ઉપરાંત યુએએન અન્ય સેવાઓ પણ પ્રદાન કરે છે. તેના હેઠળ ઈપીએફઓ સદસ્ય તેની મદદથી પોતાનુ યુએએન કાર્ડ અને પીએફની પાસબુક ડાઉનલોડ કરી શકે છે. એસએમએસ દ્વારા કુલ રકમની જાણકારી મેળવવી શકાય છે.

ADVERTISEMENT
વધુ વાંચો: તમારી દીકરીને આ સરકારી યોજનામાં મળશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે કરવું રોકાણ
વેતનના 12 ટકા યોગદાન
EPFOના નિયમ અનુસાર કર્મચારીને PF માટે પોતાના મૂળ વેતનના 12 ટકા યોગદાન આપવાનું હોય છે. નિયોક્તાઓને પણ તેના બરાબર યોગદાન આપવાનું હોય છે. આ ખાતા દ્વારા કોઈ કર્મચારીને આગળ જઈને પેન્શન આપવામાં આવે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.