બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / Entry of Omicron in Gujarat How to know the symptoms of Omicron how dangerous know the information
ADVERTISEMENT
વિશ્વભરમાં કોરોના વાયરસનાં ઓમિક્રૉન વેરિયન્ટને લઈને ચિંતા ફેલાઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં આ વેરિયન્ટનો પહેલો અને ભારતમાં ત્રીજો કેસ સામે આવ્યો છે. એવામાં ઓમિક્રૉનને લઈને સાવચેતી રાખવાની ખૂબ જરૂર પડી છે ત્યારે જાણી લૉ શું છે તેના લક્ષણો
કેમ ખતરનાક છે ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે વિશ્વમાં કહેર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 દેશમાં ઓમિક્રોન ફેલાઇ ચૂક્યો છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપી ફેલાય છે. તેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ફેલાયો છે. ભયની વાત એ છે કે આ વાયરસ સંક્રમણ છતા રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી મ્યૂટેશન કરનારો વેરિઅન્ટ છે.
ADVERTISEMENT
.jpg)
ઓમિક્રોન વાયરસમાં અત્યાર સુધી 50 મ્યૂટેશન થઇ ચૂક્યા છે. 50 મ્યૂટેશનમાંથી 30 મ્યૂટેશન ઓમિક્રોનના સ્પાઇક પ્રોટીનમાં થયું છે. સ્પાઇક પ્રોટીન દ્વારા જ કોરોના લોકોના શરીરમાં પ્રવેશે છે. ડેલ્ટામાં સ્પાઇક પ્રોટીનમાં 18 મ્યૂટેશન થયા હતા. WHOએ ઓમિક્રોનને વેરિઅન્ટ ઓફ કંસર્નની કેટેગરીમાં રાખ્યો છે. આ ઉપરાંત ઓમિક્રોન પર વેક્સીન અસર ન કરતી હોવાનો મોડર્નાએ દાવો કર્યો છે.
ADVERTISEMENT
વિશ્વમાં ઓમિક્રોનનો કહેર
ઓમિક્રોન વાયરસે વિશ્વમાં કહેર મચાવ્યો છે. ઓમિક્રોન વાયરસ 10 દિવસમાં વિશ્વના 35 દેશમાં પહોંચ્યો છે. વિશ્વભરમાં ઓમિક્રોન વાયરસના 400થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. અને ઓમિક્રોન વાયરસ ડેલ્ટા સ્ટ્રેનથી 10 ગણો વધુ ઝડપી ફેલાઇ શકે છે. ભારતમાં કર્ણાટકમાં ઓમિક્રોન વાયરસના 2 કેસ નોંધાયા છે. 24 નવેમ્બરે ઓમિક્રોન વાયરસનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો.

ADVERTISEMENT
ઓમિક્રોન વાયરસ ઝડપી મ્યૂટેશન કરનારો વેરિઅન્ટ છે. અને ઓમિક્રોન વાયરસમાં અત્યાર સુધી 50 મ્યૂટેશન થઇ ચૂક્યા છે. 50 મ્યૂટેશનમાંથી 30 મ્યૂટેશન ઓમિક્રોનના સ્પાઇક પ્રોટીનમાં થયું છે. અને સ્પાઇક પ્રોટીન દ્વારા જ કોરોના લોકોના શરીરમાં પ્રવેશે છે. ડેલ્ટામાં સ્પાઇક પ્રોટીનમાં 18 મ્યૂટેશન થયા હતા. જ્યારે ઓમિક્રોનમાં 30 મ્યૂટેશન થયા છે. WHOએ ઓમિક્રોનને વેરિઅન્ટ ઓફ કંસર્નની કેટેગરીમાં રાખ્યો છે. અને ઓમિક્રોન પર વેકિસન અસર ન કરતી હોવાનો મોડર્નાએ દાવો પણ કર્યો છે.
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો
થાક લાગવો (Fatigue)
જો કોઈ વ્યક્તિ કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત થાય છે તો તેને સતત થાક મહેસુસ થાય છે. સાઉથ આફ્રીકાન મેડિકલ એસોસિએશનના ચેયરપર્સન એન્જિક કોએત્જીએ (Angelique Coetzee) થાક સહિત નીચે જણાવેલા લક્ષણોને Omicronના સંક્રમિત દર્દીઓમાં જોયા છે.
ADVERTISEMENT

શરીરમાં દુઃખાવો (Body aches & Pains)
કોરોનાના આ ખૂબ જ સંક્રામક વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિને બોડી પેઈન અને અન્ય ઘણા પ્રકારના દુખાવાનો અનુભવ થઈ શકે છે.
ADVERTISEMENT
માથામાં ખુબ જ દુખાવો (Severe Headache)
Omicron વેરિએન્ટના સંક્રમિત વ્યક્તિ માથાના દુખાવાની ફરીયાદ કરી શકે છે. આ માથામાં દુખાવો ઘણી વખત ખૂબ જ વધારે હોઈ શકે છે.
Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો
સ્વાદ અને ગંધ ન આવવી (Loss of Smell/Taste)
કોરોનાના Delta વેરિએન્ટના લક્ષણોમાં સ્વાદ અને ગંધ ન આવવા એક મુખ્ય લક્ષણ હતું. પરંતુ Omicron વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિઓમાં અત્યાર સુધી આવા લક્ષણો નથી જોવા મળ્યા.

નાક બંધ રહેવું (Severely Blocked Nose)
કોરોનાના નવા વેરિએન્ટમાં સંક્રમિત બંધ નાકની ફરિયાદ પણ કરી રહ્યા હતા. પરંતુ Omicron વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓમાં આ લક્ષણ પણ અત્યાર સુધી જોવા નથી મળ્યા.
ખૂબ વધારે તાવ (Severe Temperature)
તાવ આવવો અથવા વધારે તાપમાનના કારણે Delta વેરિએન્ટથી સંક્રમિત ગભરાઈ જતા હતા. પરંતુ દક્ષિણ આફ્રીકામાં ઓમિક્રોનના નવા વેરિએન્ટથી સંક્રમિતોમાં અત્યાર સુધી ખૂબ જ તાવ આવવા જોવે લક્ષણો પણ નથી જોવા મળ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.