ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / આ 4 નવા કેરેક્ટર વધારશે ગોકુલધામ સોસાયટીની રોનક, TMKOCના ફેન્સ માટે ખુશખબર

ટીવી / આ 4 નવા કેરેક્ટર વધારશે ગોકુલધામ સોસાયટીની રોનક, TMKOCના ફેન્સ માટે ખુશખબર

Published By: Priykant Shrimali

Last Updated: 04:09 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Taarak Mehta Ka Oolta Chashma : 17 વર્ષથી દર શનિવાર-રવિવારે આપણા ઘરના સભ્ય જેવો લાગતો 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' હવે નવા અધ્યાય તરફ વળી રહ્યો છે. પ્રથમવાર આ શોમાં દેખાવાનાં છે નવા પરિવારના ચહેરા અને એ પણ સ્થાયી રીતે ગોકુલધામમાં રહેવા માટે!

ADVERTISEMENT

Taarak Mehta Ka Oolta Chashma : તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા સિરિયલને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં છેલ્લા 17 વર્ષોથી દર શનિવાર-રવિવારે આપણા ઘરના સભ્ય જેવો લાગતો 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' હવે નવા અધ્યાય તરફ વળી રહ્યો છે. પ્રથમવાર આ શોમાં દેખાવાનાં છે નવા પરિવારના ચહેરા અને એ પણ સ્થાયી રીતે ગોકુલધામમાં રહેવા માટે! તો આવો જાણીએ આ આર્ટીકલમાં કે ગોકુલધામમાં કોણ નવું રહેવા આવ્યું ?

કોણ છે આ નવા પરિવારના સભ્યો?

પ્રખ્યાત પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ નવા રાજસ્થાની પરિવાર સાથે સૌને પરિચિત કરાવ્યા. આ પરિવારના ચાર સભ્યો છે. જેમાં બંસરી નામની બાળકી ખુબ જ સ્માર્ટ છે, જેની મસ્તીઓ ગોકુલધામના અન્ય બાળકો સાથે મોજ મસ્તી લાવશે. આ સાથે વીર નામનો બાળક જે ખુબજ ક્યૂટ છે અને તેને જોઈને બધાને પ્રેમ આવી જશે.

આ સાથે રત્નસિંહ ચતુરસિંહ બિંજોલા જે પરિવારના પિતા અને ધંધાથી સાડી વેપારી છે, તેઓ વિવિધ પ્રકારની સાડીઓ વેચે છે અને હવે તેમની દુકાનની કસોટી ગોકુલધામના મહિલા મંડળે જરૂર કરશે! આ સાથે રૂપવતી બિંજોલા કે જે રત્નસિંહની પત્ની છે તેમને “સેલ્ફી ક્વીન” કહેતી સોશિયલ મિડિયા ઇન્ફ્લૂએન્સર. તેનો અંદાજ ગોકુલધામમાં નવી લહેર લાવશે. અસિત મોદીએ પરિવાર સાથે એક સુંદર સેલ્ફી પણ શેર કરી છે અને દર્શકોને આશ્વાસન આપ્યું છે કે આ પરિવાર ગોકુલધામમાં નવા રંગ ભરી દેશે.

આ પણ વાંચો : PHOTOS: બોલ્ડનેસની ભરમાર એટલે દિશા પટણી, તસવીરો જોઇ ભલભલાને પરસેવો વળી જશે!

દયાબેનને લઈ દર્શકોના પ્રતિસાદ

જ્યાં એક તરફ દર્શકો નવા પરિવારમાં રસ દાખવી રહ્યા છે, ત્યા બીજી તરફ દયાબેનના અભાવને લઈને હજુ પણ અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. ઘણા યૂઝર્સે કમેન્ટ્સમાં લખ્યું કે, પહેલા દયાબેનને લાવો, કેટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ! યાદ રહે કે, દયાબેનનું પાત્ર અભિનેત્રી દિશા વાકાણીએ ભજવ્યું હતું અને તેના શોની ખાસ ઓળખ બની હતી. જોકે મેકર્સ વારંવાર કહે છે કે, દયાબેન પાછી આવશે પણ હજી સુધી તેનું પુનરાગમન થયું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Taarak Mehta Ka Oolta Chashma Asit Kumar Modi TMOKC Rajasthani Family

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ