બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'સૂર્યકુમાર યાદવ મને મેસેજ કરતાં હતા', દાવો કરનાર અભિનેત્રી પર 100 કરોડનો માનહાનિ કેસ, હવે કરી રહી છે 'ડેમેજ કંટ્રોલ'
Last Updated: 09:16 AM, 17 January 2026
ભારતની T20 ટીમના કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને અભિનેત્રી ખુશી મુખર્જીનો વિવાદ વધી રહ્યો છે. 'સેલિબ્રિટી ઇમેજ' અને 'પબ્લિસિટી સ્ટંટ'ની લડાઈ હવે કાનૂની સ્વરૂપ લઈ ચૂકી છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે અભિનેત્રી ખુશી મુખર્જી પર ક્રિકેટર સૂર્યકુમાર યાદવની ઇમેજ ખરાબ કરવાના કારણે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ થયો છે.
ADVERTISEMENT

મુંબઈના એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અન્સારીએ દાવો કર્યો છે કે ખુશી મુખર્જીએ પબ્લિસિટી મેળવવા માટે ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. એક અહેવાલ પ્રમાણે, તેમણે 100 કરોડ રૂપિયાનો દંડ, તાત્કાલિક FIR અને ઓછામાં ઓછી 7 વર્ષની જેલની સજાની માંગણી કરી છે. ફૈઝાન હાલમાં ગાઝીપુર (યુપી)માં છે અને આને ક્રિકેટરના સન્માનની લડાઈ ગણાવી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ખુશીએ એક ઇવેન્ટમાં પાપારાઝી સાથે વાત કરતાં દાવો કર્યો હતો કે તે કોઈ પણ ક્રિકેટરને ડેટ નથી કરવા માંગતી. સૂર્યકુમાર યાદવ તેને ઘણા મેસેજ કરતા હતા. હવે તેમની વચ્ચે વાતચીત નથી થતી અને એ નથી ઇચ્છતી કે તેનું નામ તેમની સાથે જોડાય. વિવાદ વધ્યા પછી અભિનેત્રી બેકફૂટ પર આવી ગઈ છે. આ મમલાને હવે કાનૂની સ્વરૂપ લેતો જોઈને ખુશી મુખર્જીએ 'ડેમેજ કંટ્રોલ' શરૂ કરી દીધું છે. તેનો દાવો છે કે તેની વાટચિતને ખોટી રીતે રજૂ કરવામાં આવી. તેણે એમ પણ કહ્યું કે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. તેણે સ્વીકાર્યું કે વાતચીત થઈ હતી, પરંતુ તે ફક્ત 'મૈત્રીપૂર્ણ' હતી અને એક મેચ હાર્યા પછી સહાનુભૂતિ તરીકે થઈ હતી.
આ પણ વાંચો: રેડ-બ્લેક ડ્રેસમાં 'કચ્ચા બદામ' ગર્લ અંજલિએ શેર કરી હોટ તસવીરો, યુઝર્સે કર્યો કમેન્ટનો વરસાદ
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવે હજુ સુધી આ મુદ્દા પર કોઈ નિવેદન આપ્યું નથી, તે પોતાની રમત અને આગામી ટુર્નામેન્ટ પર ધ્યાન આપી રહ્યા છે. નોંધનીય છે કે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ સાબિત કરવો ફૈઝાન માટે પડકારજનક હશે, પરંતુ તેને ખુશી મુખર્જી માટે મોટી કાનૂની મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. ગાઝીપુર પોલીસ હવે લેખિત ફરિયાદની તપાસ કરી રહી છે. જો FIR દાખલ થાય છે, તો ખુશી મુખર્જીને પૂછપરછ માટે બોલાવી શકાય છે. ચોક્કસપણે કોઈ મોટી પર્સનાલિટી વિશે વિચાર્યા વિના નિવેદન આપવું, કોઈને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.