બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:31 PM, 15 October 2025
સોશિયલ મીડિયા પર અચાનક એક ખબરે ખળભળાટ મચાવ્યો છે, જેના કારણે 90sના દાયકામાં ઉછરેલા યુવાનો, એટલે કે 90s કિડ્સ,ને મોટો આઘાત લાગ્યો છે. લોકપ્રિય એન્ટરટેઇનમેન્ટ ચેનલ MTV હંમેશા માટે બંધ થઈ રહ્યું છે. આ સમાચાર આવતાં જ ભારતમાં પણ હડકંપ મચી ગયો છે. લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે – શું હવે ‘રોડીઝ’ના રોમાંચક સ્ટંટ અને ‘સ્પ્લિટ્સવિલા’ની લવ કેમિસ્ટ્રી જોવા નહીં મળે? જો તમે પણ આ જ વિચારીને ચિંતિત છો, તો થોભો! તમારા માટે એક મોટી અને રાહતની ખબર છે. જે MTV બંધ થઈ રહ્યું છે, તે ભારતનું MTV ઈન્ડિયા નથી.
ADVERTISEMENT

કયું MTV બંધ થઈ રહ્યું છે?
ADVERTISEMENT
વાસ્તવમાં, MTVની પેરેન્ટ કંપની પેરામાઉન્ટ ગ્લોબલે તેની અનેક આંતરરાષ્ટ્રીય મ્યુઝીક ચેનલો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ચેનલો એવી છે જે મુખ્યત્વે સંગીત અને મ્યુઝિક વિડિયો પર કેન્દ્રિત હતી. બંધ થનારી ચેનલોમાં MTV મ્યુઝિક, ક્લબ MTV, MTV 90s, MTV 80s અને MTV Liveનો સમાવેશ થાય છે. આ ચેનલો મુખ્યત્વે યુકે, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકા જેવા દેશોમાં બંધ કરવામાં આવી રહી છે.
ચેનલો બંધ થવાનું કારણ શું છે?
ADVERTISEMENT
આ ચેનલો બંધ કરવા પાછળનું મુખ્ય કારણ દર્શકોની બદલાતી આદતો છે. આજની યુવા પેઢી મ્યુઝીક જોવા અને સાંભળવા માટે ટીવીની જગ્યાએ યૂટ્યૂબ, સ્પોટિફાઈ અને ટિકટોક જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આના કારણે આ મ્યુઝિક ચેનલોની દર્શક સંખ્યામાં ભારે ઘટાડો થયો છે, જેના પરિણામે કંપનીએ આ મોટો નિર્ણય લીધો છે. આ સમાચાર ખરેખર તે લોકો માટે એક યુગના અંત સમાન છે, જેમણે આ ચેનલો પર તેમના મનપસંદ કલાકારોનાં ગીતો સાંભળીને પોતાનું બાળપણ અને યુવાની વિતાવી છે.

ADVERTISEMENT
ભારતમાં ‘રોડીઝ’ અને ‘સ્પ્લિટ્સવિલા’નું શું થશે?
હવે આવીએ સૌથી મોટા સવાલ પર ભારતમાં તમારી પસંદગીનું MTV ઈન્ડિયાનું શું થશે? ચેનલ સાથે જોડાયેલા એક નજીકના સૂત્રએ પુષ્ટિ કરી છે કે આ વૈશ્વિક નિર્ણયની MTV ઈન્ડિયા પર કોઈ અસર નહીં પડે. સૂત્રએ જણાવ્યું, “આ ખબર સાંભળીને ભારતમાં ઘણા લોકો ચિંતિત થઈ ગયા, પરંતુ અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે MTV ઈન્ડિયા હાલમાં ક્યાંય જઈ રહ્યું નથી. એ સાચું છે કે કેટલીક આંતરરાષ્ટ્રીય મ્યુઝિક ચેનલો બંધ થઈ રહી છે, પરંતુ ભારતમાં MTVનું કન્ટેન્ટ સંપૂર્ણપણે અલગ છે. અહીં યુથ-કેન્દ્રિત કન્ટેન્ટ આવે છે, જેમાં ઘણા રિયાલિટી શોનો સમાવેશ થાય છે. ‘રોડીઝ’ અને ‘સ્પ્લિટ્સવિલા’ જેવા શો ચેનલની જાન છે અને આ ચેનલ બંધ થઈ રહી નથી.” એટલું જ નહીં, આ ચેનલ પર ટૂંક સમયમાં સની લિયોની સાથે ‘સ્પ્લિટ્સવિલા’ની નવી સીઝન પણ ઓન-એર થવાની છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: હવે રેશનકાર્ડનો ઉપયોગ આ કામ માટે નહીં થાય, સરકારે લીધો મોટો નિર્ણય
ભારતમાં MTVની ઓળખ બદલાઈ ગઈ છે
ADVERTISEMENT
વાસ્તવમાં, MTV ઈન્ડિયાએ ઘણા સમય પહેલા જ પોતાની ઓળખ એક મ્યુઝિક ચેનલથી બદલીને યુવા એન્ટરટેઇનમેન્ટ હબ તરીકે સ્થાપિત કરી લીધી છે. અહીં સંગીતનો તડકો તો મળે છે, પરંતુ ચેનલની મુખ્ય ઓળખ ‘રોડીઝ’, ‘સ્પ્લિટ્સવિલા’, ‘હસલ’ જેવા રોમાંચક રિયાલિટી શો છે, જેમણે વર્ષોથી યુવાનોને પોતાના દિવાના બનાવી રાખ્યા છે. આમ, ભારતના MTV ચાહકો માટે રાહતના સમાચાર છે કે તેમની પસંદગીના શો હજુ પણ ચાલુ રહેશે, અને ચેનલ યુવાનોના મનોરંજનનું કેન્દ્ર બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.