બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Movie Review / બોલિવૂડ / મૂવી સમીક્ષા / કેવી છે ફિલ્મ KESARI VEER ? થિયેટરમાં જોવા જવાય કે નહીં, જુઓ Movie Review

મનોરંજન / કેવી છે ફિલ્મ KESARI VEER ? થિયેટરમાં જોવા જવાય કે નહીં, જુઓ Movie Review

Last Updated: 11:38 AM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'છાવા' ની શાનદાર સફળતા પછી, ફિલ્મ નિર્માતાઓ ઇતિહાસમાં જેમના યોગદાનને જેટલું મુલ્ય અપાવવું જોઇએ તેટલું અપાયું ન હોય, અથવા જોઇએ એટલા ચર્ચામાં ન આવ્યા હોય તેવા રીયલ હીરો પર ફિલ્મ બનાવવા તરફ વળ્યા છે.

છેલ્લા થોડા સમયથી બોલીવુડના નિર્માતાઓમાં ભારતના ઇતિહાસના વાસ્તવિક નાયકોના જીવન પરથી ફિલ્મ બનાવવાનો ઝોક વધ્યો છે. 'છાવા' ની શાનદાર સફળતા પછી, ફિલ્મ નિર્માતાઓ ઇતિહાસમાં જેમના યોગદાનને જેટલું મુલ્ય અપાવવું જોઇએ તેટલું અપાયું ન હોય, અથવા જોઇએ એટલા ચર્ચામાં ન આવ્યા હોય તેવા રીયલ હીરો પર ફિલ્મ બનાવવા તરફ વળ્યા છે. ભારતના ઇતિહાસના આવાજ એક અનસંગ હીરો એટલે હમીરજી ગોહિલ, જેના પર બની છે આ ફિલ્મ 'કેસરી વીર'

હમીરજી ગોહિલે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. ગૌરવશાળી ઇતિહાસના આ અજાણ્યા અને ઉપેક્ષિત પ્રકરણ પર જ્યારે ફિલ્મ બનતી હોય તો સ્વભાવિક રીતે તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હોય, પરંતુ ફિલ્મના નબળા ડાયરેક્શન અને દરેક બાબતમાં અતિશયોક્તિને કારણે આ ફિલ્મ ધાર્યુ નિશાન પાર પાડી શકી નથી, અને એક મજબૂત વાર્તા વેડફાઇ ગઇ હોય તેમ જણાય છે.

ફિલ્મની વાર્તા

તુઘલક શાસક ઝફર ખાન (વિવેક ઓબેરોય) ગુજરાતમાં મંદિરો તોડી રહ્યો હતો અને લોકોને ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો. અર્થીલા ગામના યુવાન રાજા હમીરજી ગોહિલ (સૂરજ પંચોલી) આ અત્યાચારો સામે ઉભા રહે છે. હમીરજી ગોહિલ ગુજરાતના રાજાઓને એક કરવા અને ઝફર ખાન સામે લડવા પુરી તાકાત લગાવી દે છે. પોતાના 200 સૈનિકો સાથે હમીરજી ગોહિલ વિશાળ તુઘલક સૈન્યનો સામનો કરે છે.આ લડાઇમાં તેમને સાથ મળે છે વેગડા ભીલ( સુનિલ શેટ્ટી)નો. હમીરજી સોમનાથ મંદિર અને હિન્દુ ધર્મના રક્ષણ માટે તેમના છેલ્લા શ્વાસ સુધી કેવી બહાદુરી અને કેવી વ્યૂહરચના સાથે લડ્યા તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.

Vtv App Promotion

અભિનય

પ્રેરણાદાયી વાર્તા પર આધારિત આ ફિલ્મમાંથી ઘણું શીખવા અને જાણવા મળી શક્યું હોત, સુનિલ શેટ્ટી, સુરજ પંચોલી, આકાંક્ષા શર્માએ ક્ષમતા મુજબ પ્રયાસ પણ કર્યો છે પરંતુ દરેક પાત્રને લાર્જર ધેન લાઇફ બનાવવાની દિગ્દર્શકની અતિશયોક્તિને કારણે રીયલ પાત્રોને યોગ્ય ન્યાય મળી શક્યો નથી.

દિગ્દર્શન

દિગ્દર્શકે આ ઐતિહાસિક ગાથાને દર્શાવવામાં બિનજરૂરી સિનેમેટિક સ્વતંત્રતા લીધી છે અને ક્લાઇમેક્સમાં સમુદ્રની નજીકના જંગલનું દ્રશ્ય આનો પુરાવો છે. હમીરજીનું માથું કપાઈ ગયું હોવા છતાં તેઓ લડતા રહે છે અને વેગડા ભીલ બે ભાલાઓની મદદથી એક વિશાળ શિવલિંગને જમીન પર પડતા બચાવે છે તે દ્રશ્યો અવાસ્તવિક લાગે છે. ઝફર ખાન સાથેના યુદ્ધના દ્રશ્યો પણ અસર કરવામાં નિષ્ફળ જાય છે. ક્લાઇમેક્સના દ્રશ્યોમાં દરિયા કિનારા પાસે ગાઢ જંગલ હોવું પણ તર્કશક્તિની પરીક્ષા લઇ લે છે.

આ પણ વાંચોઃ આલિયા ભટ્ટનું કાન્સમાં ધમાકેદાર ડેબ્યૂ, ફ્લોરલ ગાઉનમાં લાગી રાજકુમારી

આ ફિલ્મોની યાદ અપાવે છે કેટલાક દ્રશ્યો

ફિલ્મના ઘણા દ્રશ્યો બાહુબલી, પદ્માવત અને આદિપુરુષની કોપી છે તેવું સ્પષ્ટ જણાઇ આવે છે. વેગડા ભીલની ભૂમિકામાં સુનિલ શેટ્ટીનો રોલ દમદાર છે, જફરખાનનો રોલ કરનાર વિવેક ઓબેરોયનો અભિનય ઠીક-ઠીક છે..તે જફરખાનના પાત્રમાં જોઇએ તેવી અસર ઉભી કરી શકતો નથી.છતા અગાઉ કહ્યું તેમ તેની ક્ષમતા પ્રમાણે તેણે પ્રયાસ કર્યો છે.

'કેસરી વીર' જેવો ઐતિહાસિક વિષય એક મહાન યોદ્ધાની વાર્તાને મોટા પડદા પર લાવવાની સુવર્ણ તક હતી. પણ અફસોસ, નબળા દિગ્દર્શન, સરેરાશ અભિનય અને હકીકતો સાથે બેદરકારીપૂર્વક છેડછાડને કારણે આ તક ગુમાવી દેવામાં આવી હોય તેમ જણાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kesri Veer Movie Movie Review Bollywood Film
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ