ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / રાતોરાત ચમક્યું જેકી શ્રોફનું નસીબ, 1 લાખના થયા 100 કરોડ રૂપિયા, પત્નીએ કર્યો ખુલાસો
Last Updated: 11:15 PM, 23 August 2025
ADVERTISEMENT
બોલિવુડના સ્ટાર્સ માત્ર ફિલ્મોથી જ નહીં, પરંતુ અલગ-અલગ ધંધાઓથી પણ કરોડો કમાય છે. કોઈનું રેસ્ટોરન્ટ હોય છે તો કોઈ જીમ ચલાવે છે, તો કોઈ બ્રાન્ડ પ્રોમોશન દ્વારા કમાણી કરે છે. આવામાં જૈકી શ્રોફ અને તેમની પત્ની આયશા શ્રોફે એક એવો મોટો ડીલ કર્યો કે જેમાં તેમના ફક્ત 1 લાખ રૂપિયા 15 વર્ષમાં વધી ને 100 કરોડથી પણ વધુ થઈ ગયા.
ADVERTISEMENT

ADVERTISEMENT
વર્ષ 1994માં ભારત કેબલ ટીવીના નવા યુગમાં પ્રવેશી રહ્યું હતું. તે સમયે સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝન પણ ભારતીય બજારમાં એન્ટ્રી કરવા માગતું હતું. જૈકી શ્રોફ અને આયશા શ્રોફ સાત લોકોની ટીમ સાથે સોનીને ભારતમાં લાવવા માટે જહેમત કરવા લાગ્યા.
ADVERTISEMENT
સોનીને મનાવવું સહેલું નહોતું. અનેક મોટા બિઝનેસ ગ્રુપ્સ સોની સાથે ડીલ કરવા દાવ લગાવી રહ્યા હતા. ત્યારે આયશાએ એક જુદો જ પ્લાન બનાવ્યો. સોનીના એક્ઝિક્યુટિવ્સ માટે એક ઝાકઝમાળ બોલિવુડ પાર્ટી. મુંબઈના મેરિન ડ્રાઇવ સ્થિત આરજી ક્લબમાં યોજાયેલી આ પાર્ટી સવારે 6 વાગ્યા સુધી ધમધમતી રહી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા નામો ત્યાં હાજર રહ્યા.

ADVERTISEMENT
પાર્ટીનો અસરદાર પ્રભાવ એ જ બીજા દિવસે દેખાયો. લોસ એન્જેલિસમાંથી સોનીના અધિકારીઓનો ફોન આવ્યો અને ખૂબ જ જલ્દી ડીલ ફાઈનલ થઈ ગઈ.
ADVERTISEMENT
આયશાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સોનીમાં કરેલો 1 લાખનો ઈન્વેસ્ટમેન્ટ વર્ષો બાદ વધીને 100 કરોડથી પણ વધુ થયો. કરાર મુજબ સાતેય પાર્ટનર્સ સાથે રહેવાના હતા, તેથી 2005માં 15 વર્ષનો એગ્રીમેન્ટ પૂર્ણ થયા બાદ તેઓએ આ ભાગીદારીમાંથી બહાર નીકળવાનું પસંદ કર્યું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'મને કોઈ મર્દની જરૂર નથી...' બોલિવૂડ અભિનેત્રીએ લગ્ન વગર જ કર્યું આ કામ
બોલિવુડની આ રિયલ-લાઈફ સ્ટોરી બતાવે છે કે ફિલ્મો સિવાય સમજદારીપૂર્વકનો બિઝનેસ અને યોગ્ય સમય પર લીધો નિર્ણય, જીવનમાં કરોડો કમાવવાનો મોકો આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ