ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અમિતાભે પોતાનાં નેતાગીરીનાં દિવસોને યાદ કરતા કહ્યું દેશમાં હજી ઘણું કરવાની જરૂર છે

મનોરંજન / અમિતાભે પોતાનાં નેતાગીરીનાં દિવસોને યાદ કરતા કહ્યું દેશમાં હજી ઘણું કરવાની જરૂર છે

Published By: Pravin Joshi

Last Updated: 07:19 PM, 20 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચને તાજેતરમાં KBC 17 ના સેટ પર પોતાના રાજકીય દિવસોની યાદ તાજી કરી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ગામમાં હજુ ઘણું કરવાનું બાકી છે.

ADVERTISEMENT

ટીવી જગતનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ હાલ તેના 17મા સીઝનમાં ચાલી રહ્યો છે. દરેક એપિસોડમાં અલગ-અલગ કોન્ટેસ્ટન્ટ્સ હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે હોટસીટ પર બેઠા છે. તાજેતરમાં પ્રસારિત એક એપિસોડ દરમિયાન, એક કોન્ટેસ્ટન્ટ સાથેની વાતચીત દરમિયાન બિગ બી પોતાનો રાજકીય અનુભવ યાદ કરતા નજરે પડ્યા.

amitabh-bachchn

મહારાષ્ટ્રના ઓમકાર ઉદાવંત નામના સ્પર્ધક હોટસીટ પર બેઠા હતા. તેમણે જણાવ્યુ કે, તેઓએ એક વખત પોતાના શહેરના પ્રચાર માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ તેમને ખૂબ ઓછા મત મળ્યા. આ સંદર્ભમાં જ અમિતાભ બચ્ચનને પોતાના રાજકારણના દિવસો યાદ આવ્યા.

Amitabh-Bachchan1

બિગ બીએ કહ્યું, હું ભારે બહુમતીથી જીત્યો અને ત્યાં ગયો. પરંતુ થોડા જ દિવસોમાં સમજાઈ ગયું કે આ કામ ખૂબ જ મુશ્કેલ છે. કોને શું કહેવું, કોના સાથે કેવી રીતે વાત કરવી જેવી ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જોકે, એ બે વર્ષનો અનુભવ હંમેશાં મારી યાદોમાં રહેશે. તેમણે આગળ કહ્યું કે, મને સૌથી મોટો અનુભવ એ થયો કે મારું હૃદય તો ભારતના ગામડાંમાં છે. ત્યાંના લોકો કેવી રીતે જીવે છે, અને જ્યારે કોઈ ઉમેદવાર તેમની વચ્ચે જાય છે ત્યારે તેઓ કેટલું માન અને પ્રેમ આપે છે એ સમજવાનું મળ્યું.

વધુમાં વાંચો: દિવાળી અને અન્ય તહેવારો પર ભેટ આપવાનું બંધ કરો, નાણા મંત્રાલયનો સરકારી વિભાગોને નિર્દેશ

યાદ રહે કે 1984માં અમિતાભ બચ્ચને અભિનયમાંથી થોડા સમય માટે વિરામ લઈ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હવે વર્ષો બાદ તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પરથી ખુલ્લેઆમ સ્વીકાર્યું કે, તેમને આજે પણ લાગે છે કે ગામડાં માટે ઘણું કરવાનું બાકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

KaunBanegaCrorepati Politics AmitabhBachchan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ