બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / END OF THIS YEAR INDIA HAS MORE 4 VACCINE

ખુશ ખબર / વર્ષના અંત સુધીમાં આવી જશે વધુ ચાર વેક્સિન, હવે નહીં થાય વેક્સિનની અછત

ParthB

Last Updated: 02:05 PM, 5 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હવે વેક્સિનની અછત હવે નહીં થાય, કારણકે આ વર્ષના અંત સુધીમાં દેશમાં વધુ ચાર વેક્સિન આવી જશે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મળતી વેક્સિનના ભાવ પણ ઘટશે.

  • રશિયાની સ્પુતનિક વેક્સિન જૂનમાંથી માત્ર હોસ્પિટલમાં મળશે
  • હાલમાં SII કોવિશિલ્ડનું નિર્માણ કરી રહી છે
  • બીજી એક કંપનીને વેક્સિનની મંજૂરી 

રશિયાની સ્પુતનિક વેક્સિન જૂનમાંથી માત્ર હોસ્પિટલમાં મળશે
ભારતમાં હવે કોરોનાની બીજી લહેર ઓછી થઈ રહી છે. એક્સપર્ટ લોકોનું કહેવું છે કે જુલાઇ કે ઓગસ્ટ સુધીમાં હવે આ લહેર પૂરી થઈ જશે. દરેક રાજ્યોમાં આ લહેર અલગ અલગ સમયે પૂરી થશે. આ બધા વચ્ચે એવી પણ આગાહી છે કે ભારતમાં ત્રીજી લહેર પણ આવી શકે છે. એક્સપર્ટ લોકો કહે છે કે ભારતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ત્રીજી લહેર આવી શકે છે. જેમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થશે. પણ ત્રીજી લહેરના ભાગ રૂપે કેન્દ્ર સરકારે અને રાજ્યો સરકારે બધી જ રીતે અગાઉથી જ તૈયારી શરૂ કરી દીધી છે. પણ સારા સમાચાર એ છે કે ભારતમાં આ વર્ષના અંત સુધીમાં બીજી ચાર વેક્સિન આવી જશે. દેશમાં હાલ ત્રણ વેક્સિન મળી રહી છે. જેમાં બે વેક્સિન ભારતમાં બનેલી છે અને એક વેક્સિન બહારના દેશની છે. રશિયાની સ્પુતનિક વેક્સિન જૂનમાંથી માત્ર હોસ્પિટલમાં મળશે. 

હાલમાં SII કોવિશિલ્ડનું નિર્માણ કરી રહી છે 
હાલમાં, SII ઓક્સફર્ડ અને એસ્ટ્રેજેનિકા દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસી કોવિશિલ્ડનું નિર્માણ કરે છે. સીરમે પહેલેથી જ સરકારને જણાવ્યું છે કે તે જૂનમાં 10 કરોડ કોવિડશિલ્ડ ડોઝનું ઉત્પાદન કરશે અને સપ્લાય કરશે. હવે સિરમ ઇન્સ્ટિટ્યૂટકૉવોવેક્સ નામની એક નવી વેક્સિનનું ઉત્પાદન કરશે.તેમણે આ વેક્સિનનું ઉત્પાદન શરૂ પણ કરી દીધું છે. ત્યારબાદ વિદેશની નોવાવેક્સ વેક્સિનને પણ મંજૂરી મળવાની શકયતા છે અને બે થી ત્રણ મહિનામાં તે ભારતમાં મળશે. ટૂંકમાં આ વર્ષના અંત સુધીમાં દેશને 20 કરોડ ડોઝ મળશે. 

બીજી એક કંપનીને વેક્સિનની મંજૂરી 
ભારત બાયોટેક હવે કોવેક્સિનની સાથે સાથે નેજલ વેક્સિન પણ તૈયાર કરશે. જે નાક દ્વારા આપવામાં આવશે. જે એન્ટિબોડી બનાવવામાં ઘણી મદદ કરશે. આ પછી જીનેવા કંપની દ્વારા એક નવી વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. જેનું નામ HGC019 છે અને આ વેક્સિનનું ટ્રાયલ પાછળના મહિનાથી જ શરૂ થઈ ગયું છે. આ રીતે ભારતને બીજી નવી ચાર વેક્સિન મળશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Vaccination vaccine કોરોના વાયરસ વેક્સિન vaccine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ