ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Employees of government offices will get 10 days to leave if they have corona positive

ગાંધીનગર / ગુજરાતની સરકારી કચેરીના કોરોના પોઝિટીવ કર્મચારીઓની રજા મુદ્દે મોટી જાહેરાત

Published By: Shyam

Last Updated: 11:19 PM, 31 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના વધતા કેસ વચ્ચે સરકારી કર્મચારીઓને મોટી રાહત, સરકારી કચેરીના કર્મચારીઓને કોરોના થવા પર 10 દિવસની રજા મળશે

ADVERTISEMENT

  • રાજ્યના સરકારી કર્મીઓ માટે મુખ્યમંત્રીનો નિર્ણય
  • કોરોના પોઝિટીવ થતા 10 દિવસની રજા મળશે
  • કર્મચારીઓની રજા જમા ન હોવા છતાં મળશે

કોરોનાગ્રસ્ત સરકારી કચેરીના કર્મીઓ માટે મુખ્યમંત્રીનો નિર્ણય કર્યો છે. 10 દિવસની રજા કોરોનાગ્રસ્ત કર્મચારીને મળશે. રજા જમા નહીં હોય તો પણ કર્મચારીઓને રજા મળશે. 10 દિવસની રજાના પગારની પણ નિયમિત ચુકવણી થશે. સરકારી કર્મી, ફિક્સ પગાર કર્મી અને કરાર આધારિત કર્મીને લાભ મળશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે આંકડા પ્રમાણે, રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2360 કેસ નોંધાયા છે અને 2004 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 9 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 

અત્યાર સુધીમાં 4519 દર્દીઓના થયાં મોત

આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4519 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે.

રેકોર્ડ બ્રેક 2360 કેસ નોંધાતા હડકંપ 

આપને જણાવી દઇએ કે, છેલ્લા 5 દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. કારણ કે, દરરોજ 2000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે રેકોર્ડ બ્રેક 2360 કેસ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Leave Government Officer gandhinagar સરકારી કચેરી સરકારી કર્મચારી Corona Leave

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ