બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Elon Musk wants to launch starlink in India, Mukesh Ambani reliance is the biggest challenge

દેશ / PM મોદી સાથે મીટિંગ બાદ થઈ ગયું પાક્કું! ભારતમાં થશે અબજોપતિની 'મહાજંગ', આ સેક્ટરમાં સામસામે આવશે મસ્ક અને અંબાણી

Vaidehi

Last Updated: 04:44 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોન મસ્ક સ્ટારલિંકને ભારતમાં લૉન્ચ કરવા ઈચ્છે છે પરંતુ તેમની સામે મોટો ચેલેન્જ છે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ. જાણો શું છે સમગ્ર મામલો.

  • એલોન મસ્કે PM મોદી સાથે કરી મુલાકાત
  • મીટિંગ બાદ કહ્યું ભારતમાં સ્ટારલિંગ લૉન્ચ કરવા ઈચ્છે છે
  • ભારતની બજારમાં મસ્ક સામે છે મોટો પડકાર

એલોન મસ્ક ભારતમાં પોતાની સેટેલાઈટ બ્રોડબેંડ સર્વિસ Starlink શરૂ કરવા ઈચ્છે છે. જો કે થોડા સમય પહેલા મસ્કે આ સર્વિસ માટે બુકિંગ પણ શરૂ કરી દીધી હતી પરંતુ તે સમયે સરકાર તરફથી મંજૂરી ન મળતાં તેમણે બુકિંગ બંધ કરી દીધી. હાલમાં પણ મસ્કની ભારતમા એન્ટ્રી સરળ નથી કારણ કે સ્ટારલિંકને ટક્કર દેવા ભારતમાં Reliance Jio તૈયાર છે.

મસ્કની ઈચ્છા અને ભારતમાં પડકારો
હાલમાં PM મોદીએ દુનિયાનાં સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ બાદ મસ્કે કહ્યું કે તે ભારતમાં Starlink લૉન્ચ કરવાનાં ઈચ્છુક છે જે રિમોટ એરિયામાં ઈન્ટરનેટ પહોંચાડવામાં મદદ કરી શકે છે. જો કે મસ્કે Starlink માટે ભારતીય બજારમાં આવેલ સૌથી મોટા પડકાર મુકેશ અંબાણીની કંપની Reliance Jioનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

નીલામીથી ભાગી રહ્યું છે સ્ટારલિંક
સેટેલાઈટ બ્રોડબેંડ સ્પેક્ટ્રમ ડિસ્ટ્રીબ્યૂશન મામલાને લીધે શક્ય છે કે દુનિયાનાં 2 અમીર વ્યક્તિઓ આમને-સામને થાય. Starlink ઈચ્છે છે કે ભારત સ્પેક્ટ્રમની નીલામી ન કરે અને ગ્લોબલ ટ્રેંડને ફોલો કરીને સ્ટારલિંકને અસાઈન કરે. મસ્કનું માનવું છે કે સ્પેક્ટ્રમ નેચરલ રિસોર્સ છે અને તેના પર તમામ કંપનીઓનો હક હોવો જોઈએ. નીલામીનાં લીધે જ્યોગ્રાફિકલ રિસ્ટ્રિક્શન આવી શકે છે જેના લીધે કિંમત વધી શકે છે.- આ તમામ બાબતો કંપનીએ પોતાના લેટરમાં લખી છે જેને ભારત સરકારે આ મહિને પબ્લિક કરેલ છે. તો બીજી તરફ રિલાયંસ,સ્પેક્ટ્રમની નીલામીની માંગ ઊઠાવી રહી છે.

શું કહે છે રિલાયન્સ?
રિલાયન્સ કહે છે કે વિદેશી સેટેલાઈટ સર્વિસ પ્રોવાઈડર્સ વોયસ અને ડેટા સર્વિસેસ ઓફર કરી શકે છે અને ટ્રેડિશનલ પ્લેયર્સને પડકારી શકે છે. તેથી તેમણે નીલામીમાં ભાગ લેવો જોઈએ જેથી યોગ્ય સ્પર્ધા થઈ શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ